Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતની કંપનીએ અમેરિકાનો બનાવ્યો કરોડોનો તાજ, અમેરિકા-ચીન ટ્રેડવોરનો ફાયદો ગુજરાતને મળ્યો

સુરતની કંપનીએ અમેરિકાનો બનાવ્યો કરોડોનો તાજ, અમેરિકા-ચીન ટ્રેડવોરનો ફાયદો ગુજરાતને મળ્યો
, ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (11:32 IST)
દર વર્ષે અમેરિકામાં યોજાતી મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીનની સ્પર્ધા યોજાતી હોય છે. ત્યારે આ સ્પર્ધામાં વિનરને જે તાજ પહેરાવવામાં આવે છે તે અત્યાર સુધી ચીનના હોંગકોંગમાં તૈયાર થતો હતો. પરંતુ આ વખતે અમેરિકા-ચીન ટ્રેડવોરનો ફાયદો ગુજરાતને મળ્યો છે. 
 
આ વર્ષે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીને આ તાજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. સુરતના કારીગરોએ 25 દિવસમાં કલાકોની મહેનત કરી 650 કેરેટના હીર, 650 ગ્રામ સોનું અને 150 પીસ એમરેલ્ડ વડે કરોડોની કિંમતનો તાજ બનાવ્યો છે. 
 
તાજ વિશે ઝીણવટપૂર્વક માહિતી આપતાં કંપનીના કર્મચારીએ જણાવ્યું કે અમારી કંપની ડાયમંડ-ગોલ્ડની 7 વન્ડર્સના ભારે પેન્ડેટ બનાવ્યા હતા. તેના આ 7 વેન્ડર્સની ડિઝાઇનથી પ્રભાવિત થઇને સુરતને મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકા માટેનો તાજ બનાવવાનો ઓર્ડર માટે આપ્યો હતો. જે એક સુરતી તરીકે અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે. તેની કિંમતની વાત કરાય તો તે કરોડોમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિત શાહનો આજે 55મો જન્મદિવસ, સોમનાથના દાદાના શરણમાં શીશ ઝુકાવશે