કૉન્ટ્રોવર્સી ક્વીન અને એંડ ટીવીના લોકપ્રિય ટીવી સીરીયલ ભાભી જી ઘર પર હૈ માં અંગુરી ભાભીનુ પાત્ર નિભાવી ચુકેલ એક્ટ્રેસ શિલ્પા શિંદેએ લાંબા સમય પછી હૉટ એંડ સેક્સી અવતારમાં પરત ફરી છે.
શિલ્પા શિંદેનો હૉટ આઈટમ ડાંસ
શિલ્પા શિંદે બોલીવુડ ફિલ્મમાં પટેલ કી પંજાબી શાદી આઈટમ ડાંસ કરતા દેખાય રહી છે. ટીવી સીરિયલમાં પોતાના સિંપલ અવતારમાં જોવા મળનારી શિલ્પા આ ફિલ્મના આઈટમ નંબરમાં ખૂબ જ હોટ અંદાજ અપનાવ્યો છે. ગીતમાં શિલ્પાનો તડકતો ભડકતો અંદાજ જોવા મળી રહ્યો છે. જેમા તે ઋષિ કપૂર સાથે ડાંસ કરતા જોવા મળી રહી છે.
આ ફિલ્મમાં પરેશ રાવલ પણ મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. આ લગ્નના થીમ પર બનેલ એક કૉમેડી ફિલ્મ છે. ફિલ્મનુ આઈટમ સોંગ રજુ થઈ ગયુ છે. જેના બોલ છે મારો લાઈન તો તબીયત ફાઈન ડાર્લિંગ છે.. આ ગીત શિલ્પા શિંદેના ફેન્સ માટે કોઈ ટ્રીટ જેવુ જ છે.
ઉલ્લેખનીય છે કે શિલ્પા શિંદે ગયા વર્ષે પ્રોડ્યુસર સાથે વિવાદને લઈને સમાચારમાં આવી હતી. ટીવી શો ભાભીજી ઘર પર હૈ.. માં શિલ્પાએ અંગુરી ભાભીનો રોલ કર્યો હતો. તેમણે શો ના પ્રોડ્યૂસર પર યૌન ઉત્પીડન કેસ નોંધાવ્યો હતો. શિલ્પા ટીવીની દુનિયામાં એક લોકપ્રિય ચેહરો છે.
તમે અહી નીચે શિલ્પાનું હોટ આઈટમ સોંગ જોઈ શકો છો.