Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અવકાશમાં સર્જાયુ છે ભયંકર તોફાન, મોબાઈલ સિગ્નલ અને જીપીએસ પર પડી શકે છે ગંભીર અસર

અવકાશમાં સર્જાયુ છે ભયંકર તોફાન,  મોબાઈલ સિગ્નલ અને જીપીએસ પર પડી શકે છે ગંભીર અસર
, બુધવાર, 13 ઑક્ટોબર 2021 (19:11 IST)
અમેરિકાના વૈજ્ઞાનિકોએ લોકોને ચેતવણી આપતા એવી માહિતી આપી છે, કે અવકાશમાં ભયંકર તોફાન સર્જાયું છે જે ધીરે ધીરે પૃથ્વી તરફ આવી રહ્યુ છે. થોડાક જ સમયમાં આ તોફાન પૃથ્વી પર આવશે. જેના કારણે આખા વિશ્વની વિજળી પર તેની અસર પડી શકે છે. સાથેજ મોબાઈલ સિગ્નલ અને જીપીએસ ઉપર પણ ગંભીર અસર પડી શકે છે. 
 
પૃથ્વી પરની ચુંબકીય સપાટીને આપણા ચુંબકીય ક્ષેત્ર દ્વારા બનાવામાં આવી છે. જેથી સૂર્યમાંથી નીકળતી કિરણો આપણાને રક્ષણ આપે છે. પણ જ્યારે હાઈ સ્પીડમાં કિરણો પૃથ્વી પર ટકરાશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ખુલશે અને સૌર પવનના કણો ધ્રુવો સુધી જશે જેના કારણે પૃથ્વી પર ચુંબકીય તોફાન ઉઠશે. આ તોફાનની અસર લગભગ 6 થી 12 કલાક સુધી રહેશે. જોકે બાદમાં ધીરે ધીરે બધું સામાન્ય થઈ જશે
 
ઘણી બધી જગ્યાએ ચુંબકીય બળ વધારે થઈ જશે જેના કારણે વિજળીને ભારે નુકશાન થઈ શકે છે. આ તોફાન 11 ઓક્ટોબર દેખાવાનું શરૂ થયું છે. જોકે 13 ઓક્ટોબરથી તેની અસર પણ જોવા મળશે. જોકે US સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તોફાન G2 શ્રેણીનું છે જેના કારણે ઘણા ઉપગ્રહોને પણ નુકશાન પહોચી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈંડિયામાં ફેરફાર - અક્ષરના સ્થાન પર શાર્દૂલ ઠાકુરને તક, ખરાબ ફોર્મ છતા હાર્દિક પંડ્યા ટીમમાં કાયમ