Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હસ્તમૈથુન કરવુ કેટલુ સુરક્ષિત, જાણો તમારા દરેક મુંઝવણનો જવાબ

હસ્તમૈથુન કરવુ કેટલુ સુરક્ષિત, જાણો તમારા દરેક મુંઝવણનો જવાબ
, બુધવાર, 27 જૂન 2018 (20:21 IST)
સેક્સની ઇચ્છાને પૂરી કરવા માટેનો એક વિકલ્પ છે હસ્તમૈથુન. હસ્તમૈથુન આમ તો સામાન્ય વાત છે પણ તેના અંગે ખુલ્લી ચર્ચા થતી નથી, જેના કારણે લોકોમાં હસ્તમૈથુન અંગે ઘણી ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે.
 
પુરુષ અને સ્ત્રી પોતાની સેક્સની ઇચ્છાને પુરી કરવા માટે હસ્તમૈથુન કરતા હોય છે, તેનાથી કંઈ અંધાપો કે અન્ય પ્રકારની શારીરિક ખામી નથી આવતી. હસ્તમૈથુનથી શરીરના કોઈ અંગને નુકસાન નથી પહોંચતું હસ્તમૈથુન સરળ અને સુરક્ષિત સેક્સ્યુઅલ એક્ટિવિટી છે.
 
હસ્તમૈથુન દરમિયાન થતી સમસ્યાઓ 
 
ખુદને નુકશાન - હસ્તમૈથુન સમયે પુરુષ જ્યારે વધુ એક્સાઇટ બને છે ત્યારે પોતાની જાત પર જ હાવી થઇ જાય છે અને પોતાના શરીરને જ નુકશાન પહોંચાડવા લાગે છે જેમાં તેના પેનીસ પર પણ વધુ દબાણ આવવાથી એક પાલની રચનાં થવા લાગે છે જે એક ગંભીર સમસ્યાનું સ્વરુપ ધારણ કરે છે.
webdunia
ખુદ પર કંટ્રોલ નહી - હસ્તમૈથુનની લત જ્યારે લાગે છે ત્યારે તમે કોલેજના મહત્વના ક્લાસ બંક કરવા લાગો છો, અથવા ઓફિસની ખાસ મિટિંગ પણ એવોઇડ કરી ઓફિસના મેન્સરુમમાં પોતાની જાતનાં સંતોષ માટે હસ્તમૈથુન કરવામાં વ્યસ્ત છો જે ચેતવણી આપે છે કે આ બાબત પર હવે કંટ્રોલની જરુર છે.
 
સંતૃષ્ટિ - જે ચોક્કસ પરિસ્થિતિમાં હસ્તમૈથુન સમયે તમારી ઉત્તેજના દ્વારા સ્ખલન થતુ હોય તેવી જ પરિસ્થિતિ તમારા પાર્ટનર સાથેના સમાગમ સમયે થાય તે જરુરી નથી. બંને સાથીનું ઇન્ટકોર્ષ દરમિયાન સ્ખલ થાય એ જરા મુશ્કેલ પરિસ્થિતિ છે.
 
કુટેવ - એવી ટેવ જેના પર કંટ્રોલ કરવો રાખવો અશક્ય બન્યો છે. અને તમે તમારી જાતને હસ્તમૈથુન કરવાથ રોકી નથી શકતા એ ખરેખર તમારા માટે સારી બાબત નથી. પ્રયત્નો કરવા છતાપણ નિષ્ફળતા મળે છે ત્યારે સમય આવ્યો છે કે હવે તમારે યોગ્ય ઇલાજ અને નિષ્ણાંતની સલાહની જરુર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ત્રીઓ દિવસમાં કેટલી વાર સેક્સ વિશે વિચાર કરે છે