Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરક્ષિત ગુજરાતના દાવા વચ્ચે અસુરક્ષિત ગુજરાત, બળાત્કારની ઘટનાઓ હચમચાવી નાંખે છે

સુરક્ષિત ગુજરાતના દાવા વચ્ચે અસુરક્ષિત ગુજરાત, બળાત્કારની ઘટનાઓ હચમચાવી નાંખે છે
, મંગળવાર, 17 એપ્રિલ 2018 (10:03 IST)
સમગ્ર ભારતમાં ગુજરાત રાજય સ્ત્રીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. અહીં મોડી રાત્રે પણ સ્ત્રીઓ બહાર ફરી શકે છે. પરંતુ કેટલીક ઘટનાઓએ ગુજરાતની છબીને ખરડી નાંખી છે. ગુજરાતમાં ગુનાખોરી સતત વધી રહી છે. 25 જાન્યુઆરી 2017માં નલિયામાં ભાજપની જ કાર્યકર્તા પર ગેંગ રેપ કરવામાં આવ્યો. નલિયા રેપ કેસ બાદ ગુજરાતમાં દાતારમાં પણ બળાત્કારની ઘટના બની. જાતીય સતામણીના કિસ્સામાં ગુજરાતભરમાં અમદાવાદ સૌથી મોખરે છે. અમદાવાદમાં દરરોજ લગભગ એક છોકરીની જાતીય સતામણી થાય છે.

રાજયમાં સ્ત્રીઓ સામે બળાત્કાર, છેડતી, દહેજની ધમકી અને હેરાનગતિના કિસ્સામાં વધારો થતો જઈ રહ્યો છે. રાજયના ડીજીપી દ્વારા રીલીઝ કરાયેલા ડેટા અનુસાર ગુજરાતમાં દરરોજ ૧૪ સ્ત્રીઓ બાળાત્કાર, છેડતી, જાતીય સતામણી, દહેજને લગતી સતામણી અને ક્રૂરતાનો ભોગ બને છે.  અમદાવાદમાં દરરોજ એક સ્ત્રીની જાતીય સતામણી થાય છે અને દર 6 દિવસે એક સ્ત્રી પર રેપ થાય છે. આખા રાજયમાં આ સંખ્યા 86થી વધીને 656 થઈ ગઈ છે. સુરતમાં 11 વર્ષની બાળાને 86 જેટલી ઈજા પહોંચાડી અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. પોલીસે આરોપીઓની ભાળ મેળવી રહી છે અને બાળાની ઓળખ માટે ખાંખાંખોળા કરી રહી છે. ગુજરાત ગુનાખોરીના ટોચે પહોંચી રહ્યું છે. કેટલીક ઘટનાઓ તો પોલીસ ચોપડે નોંધાતી જ નથી. બીજી વાત એ છે બળાત્કાર જેવી ગંભીર અને અધમ ઘટનાઓ હવે રસ્તા પર નીકળવાનો સાધન બની ગઈ છે. લોકોનો રોષ રસ્તા પર ઉતરી રહ્યો છે. સરકારે પોલીસ તંત્રને તટસ્થ રહેવા દીધું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં બાળકીની હત્યાનો કેસ, લોકોનો રોષ જોતાં પોલીસ એક્શનમાં