Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં હાલ પુરતી પ્રિયંકા ગાંધીની રેલી રદ કરવામાં આવી

અમદાવાદમાં હાલ પુરતી પ્રિયંકા ગાંધીની રેલી રદ કરવામાં આવી
, બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (17:47 IST)
ભારત અને પાકિસ્તાનમાં તણાવની પરિસ્થિતી જોતા 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ગુજરાતની મુલાકાત રદ કરવામાં આવી છે. આ વખતની રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત કંઇક વિશેષ હતી કારણ કે 58 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક અમદાવાદમાં મળવાની હતી. જે હાલ રદ કરવામાં આવી છે પરંતુ થોડા દિવસમાં તે ફરી કરવામાં આવશે. આ પહેલા 1961માં ભાવનગર ખાતે કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક મળી હતી. આવતીકાલે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ઉપરાંત અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્ત્વ સંબોધન કરવાનાં હતાં. અમદાવાદમાં કોંગ્રેસ ર્વિંકગ કમિટીની બેઠક ઉપરાંત અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્ત્વ સંબોધન કરવાનાં હતાં. જેને કારણે ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ આદરી હતી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

FACT check of fake news - આ ભારતીય પાયલોટ ઉર્વીશા જરીવાલાની તસ્વીરો નથી જેણે જૈશના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ફેક્યો