ભારતીય ફાઈટર જેટના પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કરવાના સમાચાર જેવા જ આવ્યા, એવા જ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો સામે આવવા માંડી. આવી જ કેટલીક પોસ્ટ મહિલા પાયલોટના વિશે છે. મોટાભગની પોસ્ટસમાં દાવો છે કે મહિલા પાયલોટ ઉર્વીશા જરીવાલા પણ આ 12 પાયલોટમાંથી એક હતી. જેમણે આ કાર્યવાહીને અંજામ સુધી પહોંચાડી. ઈંડિયા ટુડે એંટે ફેક ન્યુઝ વોર રૂમ (AFWA)એ પોતાની પડતાલમાં જોયુ કે આ બંને જ પોસ્ટમાં જે ફોટો છે તે કોઈ અન્યના છે.
જ્યારથી ભારતે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને હુમલો કર્યો છે ત્યારથી ઘણા લોકો ભારતીય વાયુસેનાના જાંબાઝ કલાકારોને શુભેચ્છા આપી રહ્યા છે. જેમણે આ કાર્યવાહીને અંજામ આપ્યો છે. આ જ પ્રક્રિયામાં અનેક સોશિયલ મીડિયા પોસ્ટનો દાવો છે કે ઉર્વીશા જરીવાલ નામની પાયલોટ પણ ભારતીય એક્શનનો ભાગ છે. એક પોસ્ટમાં લખ્યુ છે કે હવાઈ હુમલાની પાયલટ સૂરતની ઉર્વીશા જરીવાલા પણ હતી.
આ પોસ્ટ અહી જુઓ..
બીજી બાજુ એક બીજી પોસ્ટ એ છે જેનો દાવો છે કે સૂરતવાસીઓ માટે ગૌરવના સમાચાર.. હવાઈ હુમલાની પાયલોટ સૂરતની ઉર્વીશા જરીવાલા હતી.
અમે બંને જ પોસ્ટનુ રિવર્સ સર્ચ કર્યુ તો જોયુ કે તસ્વીરો ઉર્વીશા જરીવાલાની નથી. આ તસ્વીર યૂનાઈટેડ અરબ અમીરાતની પાયલોટ મેજર મરિયમ અલ મન્સૌરીની છે.
તેના વિશેના સમાચાર અહી જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઓપરેશનમાં ભાગ લેનારા સૈનિકોના નામ જગ જાહેર નથી કરાતા. ભારતીય વાયુસેના અને ભારત સરકારે પણ 26 ફેબ્રુઆરીના રોજ થયેલ ઓપરેશનામાં ભાગ લેનારા અધિકારીઓના નામ આ સમય ગુપ્ત રાખવામાં આવ્યા છે. આ કારણે એ કહેવુ છે કે કોઈ મહિલા અધિકારીએ આ ઓપરેશનમાં ભાગ લીધો એ કહેવુ અટકળોના બજારને ગરમ કરવા જેવુ રહેશે.