Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમીને કારણે અમદાવાદમાં 12 લોકો મૂર્છિત થઇ ઢળી પડયા, ગુજરાતમાં 696 લોકોએ તાત્કાલિક સારવાર લેવી પડી

ગરમીને કારણે અમદાવાદમાં 12 લોકો મૂર્છિત થઇ ઢળી પડયા, ગુજરાતમાં 696 લોકોએ તાત્કાલિક સારવાર લેવી પડી
, સોમવાર, 22 એપ્રિલ 2019 (14:05 IST)
અમદાવાદમાં રવિવારે ૪૧ ડિગ્રી તાપમાન વચ્ચે સાંજના પાંચ વાગ્યા સુધીમાં હીટરિલેટેડ ૯૪ કેસો ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાવા પામ્યા હતા. જેમાંથી ૧૨ લોકો અસહ્ય ગરમી વચ્ચે મુર્છીત થઇને ઢળી પડયા હતા. રાજ્યની વાત કરીએ તો કુલ ૪૩૬ કેસો ગરમીને લગતા સામે આવ્યા હતા. જેમાં લોકોએ તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી. રાજ્યમાં આગામી બે દિવસ હીટવેવની સ્થિતિ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી વચ્ચે લોકોએ ખાસ તકેદારી રાખવાની સલાહ અપાઇ છે. જેમાં શક્ય હોય તો બપોરે તડકામાં ન નીકળવાની સલાહ અપાઇ છે. રાજ્યમાં આજે ગરમીના લીધે ૮૩ લોકો મૂર્છિત થયા હોવાનું જાણવા મળે છે. શનિવારે રાજ્યમાં ગરમીને લગતા કુલ ૬૯૬ કેસો નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ ૧૫૫ કેસ અમદાવાદમાં નોંધાવા પામ્યા હતા. મંગળવારે મતદાન યોજાનાર છે. ત્યારે આ દિવસે હીટવેવની આગાહીને જોતા અમદાવાદમાં તમામ મતદાન મથકો પર વેઇટીંગ રૂમોની વ્યવસ્થા કરવા ઉપરાંત મંડપ બાંધીને લોકોને ગરમીથી બચાવવા સુધીની તકેદારી લેવામાં આવી છે. ઉપરાંત ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરાઇ છે. ગરમીને લીધે મતદાનની ટકાવારીને લઇને રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. ત્યારે ચૂંટણી પંચે મતદારોને ૧૦૦ ટકા મતદાન કરવાની અપીલ કરી છે. ભારતના સંવિધાનમાં લોક પ્રતિનિધીત્વ અધિનિયમ ૧૯૫૧ અને લોક પ્રતિનિધિત્વ( સુધારા) અધિનિયમ ૧૯૯૬ અનુસાર મતાધીકાર ધરાવતી કોઇપણ વ્યક્તિ મતદાનને દિવસે સવેતન રજાના હકને પાત્ર છે. ઉપરોક્ત જોગવાઇ મુજબ ગુજરાતમાં તા.૨૩ એપ્રિલને મંગળવારે મતદાનના દિવસે રજા જાહેર કરાઇ છે. કોઇપણ ધંધા-રોજગાર, ઔદ્યોગિક એકમ કે અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કે મજૂરી કરતો વ્યક્તિ મતદાનના દિવસે સવેતન રજાને પાત્ર છે. આ જોગવાઇના ઉલ્લંઘન બદલ દંડ અને સજાની પણ જોગવાઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ વચ્ચે રાજકોટમાં બેઠક