અમદાવાદમાં બે દિવસ પહેલાં હાર્દિક પટેલની સભામાં કથિત રીતે પાસના આગેવાનોએ હોબાળો મચાવ્યો હતો. જ્યાં આ હોબાળો કરનારા અલ્પેશ કથિરીયાના સમર્થકો હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. આ બધાની વચ્ચે મતદાનના ચોવીસ કલાક પહેલાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યાં છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ વચ્ચે નરેશ પટેલના નિવાસસ્થાને મીટિંગ થઈ હતી. આ મુલાકાત ભક્તિનગરની ઑફિસ ખાતે થઈ હતી જેમાં બંને નેતાઓએ શુભેચ્છા મુલાકાત થઈ હોવાનું કહ્યું હતું. આ બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. પરંતુ રાજકોટ ખાતે થયેલી મુલાકાતને બંને નેતાઓએ ફક્ત શુભેચ્ચા મુલાકાત ગણાવી છે. હાર્દિક પટેલની અમદાવાદમાં યોજાયેલી સભામાં થયેલા હોબાળા બાદ પાટીદારો માટે અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ મહત્ત્વનો મુદ્દો બની ગયો છે ત્યારે આ મુલાકાતનું રાજકીય પરિણામ શું આવે છે તેના પર સૌની નજર રહેશે.