અમદાવાદ - ગર્લફ્રેંડે વાત કરવી છોડી તો બૉયફ્રેંડે નાક પર બચકું ભરી લીધુ

બુધવાર, 17 એપ્રિલ 2019 (17:16 IST)
ગુજરાતના અમદાવાદમાં એક યુવકે પોતાની પૂર્વ પ્રેમિકાનુ નાક ચાવી લીધુ. યુવતી પોતાના પૂર્વ પ્રેમી સાથે બે વર્ષોથી વાત નહોતી કરી રહી અને તે આ વાતને લઈને પરેશાન હતો. ઘટના ચાંદખેડા વિસ્તારની છે. 
 
પોલીસે જણાવ્યુ કે મંજૂ પરમાર (24) રાજસ્થાનના ઉદયપુર વિસ્તારના ખેરવાડા તાલુકાની રહેનારી છે. તેણે પોલીસને આપલે નિવેદનમાં કહ્યુ કે તેના કેશવલાલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. પછી તે પોતાની  બહેનની ત્યા ચાંદખેડામાં આવીને રહેવા લાગ્યો.  તેણે કેશવલાલ સાથે વાત કરવી બંધ કરી દીધી. 
 
ત્યા તે એક કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી હતી.  જે સાઈટ પર તે કામ કરી રહી હતી ત્યા કેશવનો એક મિત્ર દિનેશ પણ કામ કરવા આવ્યો. દિનેશે કેશવને બતાવી દીધુ કે તે ત્યા કામ કરી રહી છે.  ગયા અઠવાડિયે કેશવ અહી આવ્યો અને તેના પર નજર રાખવા લાગ્યો. 
 
તે સવારે શૌચ માટે ગઈ હતી ત્યારે કેશવે તેને પકડી લીધી. તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ કેશવે તેને ન છોડી. મંજૂએ તેણે કહ્યુ કે તે તેની સાથે કોઈ રિલેશન નથી રાખવા માંગતી. ત્યારે ગુસ્સામાં આવીને કેશવે તેની નાક પર બચકુ ભરી લીધુ. મંજૂએ ચીસો પાડી તો આસપાસથી લોકો દોડી આવ્યા અને કેશવ ત્યાથી ભાગી નીકળ્યો. મંજૂને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા તેની સારવાર ચાલી રહી છે.  પોલીસે કેશવ વિરુદ્ધ કેસ નોંધીને તેના પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગ્રેજ્યુએટ માટે આ વિભાગમાં નીકળી છે જોબ્સ, જલ્દી કરો એપ્લાય