Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Monsoon Updates - આગામી ચાર-પાંચ દિવસમાં પૂર્વોત્તરમાં ભારે વરસાદની સંભાવના

Monsoon Updates - આગામી ચાર-પાંચ દિવસમાં પૂર્વોત્તરમાં ભારે વરસાદની સંભાવના
, શુક્રવાર, 31 મે 2024 (08:21 IST)
IMD Monsoon Date Updates:હવામાન વિભાગે કહ્યું કે આગામી ચાર-પાંચ દિવસમાં પૂર્વોત્તરમાં ભારે વરસાદની સંભાવના છે, જેની અસર દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય ભારતના તમામ ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં પણ જોવા મળશે. અને હીટવેવથી રાહત મળશે. વિભાગે કહ્યું કે ચોમાસું આગામી ચોવીસ કલાકમાં કર્ણાટક અને તમિલનાડુના ભાગોને પણ આવરી લે તેવી શક્યતા છે. બીજી તરફ, ચોમાસુ ઉત્તરપૂર્વમાં આસામ, મેઘાલય અને ત્રિપુરાના બાકીના ભાગોને પણ આવરી લેશે. આ ઉપરાંત ચોમાસું લક્ષદ્વીપ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોને આવરી લેવા માટે પણ તૈયાર છે.
 
આજથી દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં આકરી ગરમી સાથે હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવાયું છે કે, ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ પવન ફૂંકાશે. આ સાથે તેમણે માહિતી આપી છે કે 15 જૂનની આસપાસ વરસાદ રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
 
27 જૂન સુધીમાં એટલે કે જૂનના અંત સુધી દિલ્લીમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે. 
 
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીથી ચોમાસાના પ્રારંભ થશે. 14 થી 25 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે. 14થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે અને 14 થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ TRP ગેમ ઝોન આગ કેસમાં મોટી કાર્યવાહી, ચાર સરકારી અધિકારીઓની ધરપકડ