Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા
, મંગળવાર, 28 મે 2024 (09:53 IST)
હવામાન વિભાગના ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે.
 
મધ્ય ભારતમાં આ વર્ષે 106 ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ, આ રાજ્યો મધ્ય ભારતમાં આવે છે.
 
જેનો અર્થ એ છે કે ગુજરાતમાં આ વર્ષે 106 ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે.
 
હવામાન વિભાગે જારી કરેલા નક્શા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે.
 
જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતા છે, પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ 15 જૂનની આસપાસ થતી હોય છે. જેથી આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે.
 
મોહાપાત્રાના કહેવા પ્રમાણે લા-નીના ચોમાસાના બીજા ભાગમાં બનતું હોવાને કારણે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતા છે અને સરેરાશ કરતાં વધારે ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બના સમાચારથી ગભરાટ! મુસાફરોએ પ્લેનની બારીમાંથી કૂદવાનું શરૂ કર્યું