Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2019 : વાનખેડેમાં ઋષભ પંતનું તોફાન, દિલ્હી સામે મુંબઇનો 37 રને પરાજય

IPL 2019 : વાનખેડેમાં ઋષભ પંતનું તોફાન, દિલ્હી સામે મુંબઇનો 37 રને પરાજય
, સોમવાર, 25 માર્ચ 2019 (11:53 IST)

દિલ્હી કૅપિટલ્સે ધૂંઆધાર બૅટ્સમૅન ઋષભ પંતની તોફાની ઇનિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સને પોતાના પ્રથમ મુકબલામાં 37 રને હરાવી દીધું. પંતે માત્ર 27 દડામાં અણનમ 78 રન બનાવ્યા. તેમનો દાવ સાત ચોગ્ગા અને સાત છગ્ગાથી સજ્યો.

આ જ ઇનિંગની મદદથી દિલ્હીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે જીતવા માટે 214 રનનું લક્ષ્ય મૂક્યું. જેના જવાબમાં મુંબઈની ટીમ 19.2 ઓવરમાં 176 રન પર ઑલ આઉટ થઈ ગઈ. મુંબઈ માટે અનુભવી બૅટ્સમૅન યુવરાજસિંહ 53 રન કર્યા પણ પોતાની ટીમને જીતાવી ના શક્યા.

આ પહેલાં મુંબઈને ટૉસ જીતતા દિલ્હીને બૅટિંગ માટે નોતરી. દિલ્હીની શરૂઆત સારી ના રહી અને પૃથ્વી શૉ માત્ર સાત રન બનાવીને જ ચાલતા થયા. જોકે, શિખર ધવને 43 રન અને કૉલિન ઇનગ્રામે 47 રન બનાવી સન્માનજનક સ્કોરનો પાય નાખ્યો.

એ બાદ ઋષભ પંતે તોફાની દાવ રમતા દિલ્હીને 20 ઓવરમાં 6 વિકેટ સાથે 213 પર પહોંચાડી દીધું. 214 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી મુંબઈની ટીમની શરૂઆત પણ સારી ના રહી. કૅપ્ટન રોહિત શર્મા 14 અને ડિકૉક 27 રન બનાવીને આઉટ થઈ ગયા.
પૉલાર્ડે 21 અને કૃણાલ પંડ્યાએ 32 રન બનાવ્યા. જોકે, મુંબઈની ટીમ 176 રન પર જ આઉટ થઈ ગઈ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં?