Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Doordarshan Anchor: લાઈવ હીટવેવના સમાચાર વાંચતા બેહોશ થઈ દૂરદર્શનની એંકર વીડિયો વાયરલ

lopmudra sinha
, સોમવાર, 22 એપ્રિલ 2024 (12:09 IST)
lopmudra sinha
- ઘણા સમયથી થાક અનુભવી રહી હતી - લોપમુદ્રા સિન્હા 
- સમાચાર વાંચતી વખતે આખો સામે ઘૂંઘળુ દેખાવવા લાગ્યુ - એંકર 
 
વેબદુનિયા ડેસ્ક  કલકત્તા. દેશના અનેક ભાગમાં ભીષણ ગરમી પડી રહી છે. જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં તાપમાન 40 થી 46 ડિગ્રી સેલ્સિયસ પહોચી ગયુ છે. આ દરમિયાન ભીષણ ગરમીને કારણે દૂરદર્શનની પશ્ચિમ બંગાળ બ્રાંચની એંકર લાઈવ સમાચાર વાંચતા સમયે બેહોશ થઈ ગઈ. એંકર આ દરમિયાન હીટવેવના સમાચાર વાંચી રહી હતી. 
 
અચાનક બીપી થયુ હતુ ઓછુ 
બીજી બાજુ એંકર લોપામુદ્રા સિન્હાએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક વીડિયો શેયર કરી પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેમણે કહ્યુકે  હીટવેવના સમાચાર વાંચતા તેમનુ બીપી અચાનક ઘટી ગયુ. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે લોપામુદ્રા હીટવેવના સમાચાર વાંચી રહી છે અને અચાનક બેહોશ થઈ જાય છે.  
અચાનક બેહોશ થઈ એંકર 
તેમણે કહ્યુ કે હુ ઘણા સમયથી બીમાર અનુભવી રહી હતી. જો કે છતા પણ મે સમાચાર વાંચવા શરૂ કર્યા. તેમને વીડિયો શેયર કરી કહ્યુ કે સમાચાર વાંચતી વખતે તેમની સામે ઘુંઘલુ પડી ગયુ અને તે બેહોશ થઈ ગઈ અને ખુરશી પરથી પડી ગઈ. તેમણે જણાવ્યુ કે સ્ટુડિયોની અંદર ખૂબ સમયથી કુલિંગ સિસ્ટમ ખરાબ છે અને જ્યારે સમાચાર વાંચી રહી હતી એ સમયે સ્ટુડિયોની અંદર ખૂબ ગરમી હતી. 
 
લોપામુદ્રા સિન્હાએ શુ કહ્યુ ?
તેમણે કહ્યુ કે મે વિચાર્યુ કે થોડુ પાણી પીવાથી મારી હાલત ઠીક થઈ જશે. હુ ક્યારેય પણ પાણી લઈને સમાચાર વાંચવા બેસતી નથી. પછી ભલે એ 10 મિનિટના સમાચાર હોય કે અડધો કલાકના. મે ફ્લોર મેનેજર ને ઈશારો કરીને પાણીની બોટલ માંગી પણ જ્યારે હુ બેહોશ થઈ ત્યારે સ્ટોરી ચાલી રહી હતી.  જેને કારને પાણી પી શક્યા નહી અને મે ગમે તેમ કરીને બે સ્ટોરી પુરી કરી. ત્રીજી સ્ટોરી હીટવેવને લઈને હતી અને તેને વાચતા વાંચત મને અચાનક ચક્કર આવવા લાગ્યા. મે વિચાર્યુ કે આ સ્ટોરી સમાપ્ત કરી જ શકુ છુ.  તેમણે વધુમાં કહ્યુકે આ દરમિયાન હુ ખુદને સાચવવાની કોશિશ કરી રહી હતી કે અચાનક મને કશુ જ દેખાવવુ બંધ થઈ ગયુ.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Donkey Farm- ગધેડીનું દૂધ સપ્લાય કરીને મહિને 2-3 લાખની કમાણી કરી રહ્યા છે