Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૂરદર્શનના નવા Logo પર રાજકીય ઘમસાન

DD News logo
નવી દિલ્હી. , શનિવાર, 20 એપ્રિલ 2024 (17:42 IST)
DD News logo
 દૂરદર્શને પોતાના લોગોનો રંગ બદલીને ઓરેંજ  (DD News Logo) કરી નાખ્યો છે, વિપક્ષ તેની ખૂબ આલોચના કરી રહ્યુ છે. દૂરદર્શનના અંગ્રેજી સમાચાર ચેનલ ડીડી  ન્યુઝ  (DD News Orange Logo) એ તાજેતરમાં જ એક્સ પર એક નવુ પ્રમોશનલ વીડિયો શેયર કરી નવા લોગોનો ખુલાસો કર્યો છે.  ડીડી ન્યુઝે કેપ્શન્નમા લખ્યુ, જો કે અમારા મૂલ્ય એ જ છે. અમે હવે એક નવા અવતારમાં હાજર છે. એક એવી ન્યુઝ જર્ની માટે તૈયાર થઈ જાવ. જે પહેલા  ક્યારેય થઈ નથી. બિલકુલ નવા ડીડી ન્યુઝનો અનુભવ લો."
 
DD ના નવા લોગોની થઈ રહી છે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક યુઝર્સે કહ્યુ આ ભગવા છે. આ પગલુ ચૂંટણીના ઠીક પહેલા ઉઠાવાયુ છે. દૂરદર્શનના મૂળ સંગઠનના પૂર્વ પ્રમુખ અને તૃણમૂળ સાંસદ જવાહર સરકારે પણ  કહ્યુ કે ચૂંટણી પહેલા દૂરદર્શનનો લોગોને ભગવાકરણ જોઈને દુખ થયુ.   તેમણે એક ઓનલાઈન પોસ્ટમાં કહ્યુ કે નેશનલ બ્રોડકાસ્ટર દૂરદર્શને પોતાના ઐતિહાસિક ફ્લેગશિપ લોગોને ભગવા રંગમાં રંગી નાખ્યો છે. તેના પૂર્વ સીઈઓના રૂપમાં હુ તેના ભગવાકરણને ચિંતાના રૂપમાં જોઈ રહ્યો છુ. તેમણે કહ્યુ કે હવે પ્રસાર ભારતી નથી - આ પ્રચાર ભારતી છે. 
 
 ડીજીના પૂર્વ બોસ બોલ્યા - આ આચાર સંહિતાનુ ઉલ્લંઘન છે 
જવાહર સરકાર વર્ષ 2012થી 2016 સુધી દૂરદર્શન અને ઓલ ઈંડિયા રેડિયોની દેખરેખ કરનારી વૈઘાનિક સંસ્થા પ્રસાર ભારતીના સીઈઓના રૂપમાં સેવાઓ આપી ચુક્યા છે.  નવા લોગો પર પોતાનો વિરોધ બતાવતા તેમણે એક વીડિયોમાં કહ્યુ, આ જોવુ ખૂબ અનુચિત છે કે નેશનલ બ્રોડકાસ્ટરે પોતાની બ્રાંડિગ માટે ભગવા રંગ પસંદ કર્યો. તેમણે આ પગલાને આદર્શ આચાર સંહિતાનુ ઉલ્લંઘન પણ બતાવ્યુ. જે ઉમેદવારો માટે સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પહેલા લગાવેલ પ્રતિબંધોનો ભાગ છે. 

 
 
DD ના વર્તમાન બોસ બોલ્યા-લોગોની નહી પણ ફીલ પણ અપગ્રેડ  
જો કે પ્રસાર ભારતીના વર્તમાન બૉસ જવાહર સરકાર સાથે સહમત નથી. તેમણે આ પગલાને વીજુઅલની ખૂબસૂરતી માટે જરૂરી બતાવ્યુ. તેમને આ વાત પર પણ  જોર આપ્યુકે રંગ ઓરેંજ હતો. ધ ઈંડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા  ગૌરવ દ્વિવેદીએ કહ્યુ કે બ્રાઈટ, આકર્ષક રંગનો ઉપયોગ ચેનલની બ્રાંડિંગ અને વીજુઅલ સૌદર્યીકરણ પર આધારિત છે.  તેમણે એ પણ કહ્યુ કે ફક્ત લોગો જ નહી ચેનલે નવી લાઈટિંગ અને ઉપકરણો સહિત પોતાનુ લુક અને ફીલ ને પણ અપગ્રેડ કર્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Neha Hiremath Murder - વિદ્યાર્થીનીએ લવ પ્રપોઝ ઠુકરાવ્યુ તો માથાભારે ફય્યાજે કરી નાખી હત્યા