Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનોખી સિદ્ધિઃ ચીખલી તાલુકાના દેગામની વેબસાઈટ લોંન્ચ

અનોખી સિદ્ધિઃ ચીખલી તાલુકાના દેગામની વેબસાઈટ લોંન્ચ
, ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (16:46 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરતાં નવસારી જિલ્લામાં એક નવુ ગામ ડિજીટલ બન્યું છે. ચીખલી તાલુકામાં આવેલા દેગામની વેબસાઈટ લોંન્ચ કરવામાં આવી છે, જે ચિરાગ પટેલ નામના યુવકે બનાવી છે. આ અગાઉ નવસારી જિલ્લાના પણંજ, સુલતાનપુરા અને તલાવચોરા ગામની પણ વેબસાઈટ લોન્ચ થઈ ચૂકી છે.  દેગામની www.degam.in વેબસાઈટમાંથી ગામની તમામ માહિતી મેળવી શકાય છે. એટલું જ નહિં આ વેબસાઈટ મારફતે શાકભાજી, ફળો અને અન્ય વસ્તુ દુનિયાના કોઈપણ ખૂણે વેચી શકાશે. આ વેબસાઈટને લોન્ચ કરવા માટે દેગામ ખાતે ખાસ વેબસાઈટ લોન્ચિંગ સમારંભ યોજાયો હતો અને તેની સાથેસાથે મીની કૃષિ મેળાનું પણ આયોજન કરાયું હતું. આ પહેલની વલસાડના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પણ અભિનંદન પાઠવીને પ્રશંસા કરી હતી. દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના ચીખલી તાલુકામાં સમાવિષ્ટ અનેક ગામોમાંનું એક આદર્શ ગામ એટલે દેગામ. જેમાં૧૧૨૦ કુટુંબો અસ્તિત્વ ધરાવે છે. તેમજ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગામની કુલ વસ્તી ૫૧૫૯ છે જેમાં ૨૬૫૮ પુરુષો અને ૨૫૦૧ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સક્ષારતાની બાબતમાં પણ દેગામ ઉચ્ચસ્થાન પર બિરાજમાન છે. જ્યાં સ્ત્રીઓનો સક્ષારતા દર ૭૦.૬ % અને પુરુષોનો ૮૧.૭ % છે. આમ કુલ સરેરાશ સક્ષારતા દર ૭૬.4 % છે. જે ગૌરવ અપાવે એવી બાબત છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના ચાર શહેરોમાં મોબાઈલ કોર્ટનો પ્રારંભ