Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ચાર શહેરોમાં મોબાઈલ કોર્ટનો પ્રારંભ

ગુજરાતના ચાર શહેરોમાં મોબાઈલ કોર્ટનો પ્રારંભ
, ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (14:23 IST)
સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવાર ચાર શહેરોમાં જાહેર સ્થળો પર કચરો ફેંકનારને દંડવા માટે મોબાઈલ કોર્ટનો આરંભ કરવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ, પોલીસ, કોર્પોરેશનના સ્ટાફ સાથેની આ મોબાઈલ કોર્ટ શહેરોના જુદા જુદા વોર્ડમાં ફરીને કચરાના સ્થળ ઉપર કસૂરવારોને દંડ કરી હાજરમાં જ દંડની રકમ વસૂલશે સ્વચ્છ ભારત મિશન
અંતર્ગત શહોરોને સ્વચ્છ સિટી બનાવવાના ભાગરૂપે કોર્પોરેશનો દ્વારા એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે, ખાસ તો આ ઝૂંબેશમાં લોકોનો સહયોગ મળી રહે તે માટે ઉપરાંત આડેધડ કચરો ફેકનારા ઉપર અંકુશ લાદવા માટે આ મોબાઈલ કોર્ટ શરૂ કરાઈ છે.

તેમજ વિવિધ જગ્યાએથી કચરો નહીં ઉપાડનાર સફાઈકર્મીઓ ઉપર પણ આ મોબાઈલ વાહનથી આડકતરો અંકુશ આવે તેવી આશા નાગરિકો રાખી રહ્યાં છે. આ મોબાઈલ વાન જામનગર શહેરમાં નિયત કરાયેલા રૂટ ઉપર રોજેરોજ ફરશે અને શહેરમાં ગંદગી ફેલાવતા કસૂરવારોને પકડીને સ્થળ ઉપર જ સજા ફટકારશે, જે લોકો કચરો ફેંકતા ઝડપાશે તેની સામે જાહેર ન્યુસન્સ ફેલાવવા અંગે સ્થળ ઉપર જ કાર્યવાહી થશે અને તુરંત જ દંડ પણ ફટકારવામાં આવશે. આ નવી સેવાથી RTO-ટ્રાફિક વિભાગની માફક જ જાહેરમાં કચરો ફેંકનાર ઉપર કાનૂની સકંજો કસી શકાશે, જોકે સાથોસાથ સ્વચ્છતા ઝૂંબેશને આગળ ધપાવવા નાગરિકોમાં સિવિક સેન્સ ઉજાગર કરવાની પણ એટલી જ જરૂર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ છે ગતિશિલ ગુજરાત - ૯૨ હત્યા, ૩૩૨ અપહરણ, ૧૩૦ લૂંટ અને ૫૭૨ ઘરફોડ!