આપણે દેશમાં ગુજરાતને ગતિશિલ હોવાની ઉપમા સાથે જોઈ રહ્યાં છીએ, તે ઉપરાંત ગુજરાતનો વિકાસ પણ હવે દેશમાં તેની ગાથા ગાઈ રહ્યો છે. તો એક રિપોર્ટ મુજબ સૌથી વધુ તોફાનોના બનાવ અને ગુનાઓ વડોદરા શહેરમાં થયા છે વર્ષ ર૦૧પમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ગત ઓગસ્ટ માસ બાદ આ સંખ્યામાં વધારો થયો હતો. શહેર બળાત્કાર અને દલિત પર અત્યાચારના બનાવો પણ સૌથી વધુ બન્યા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલો મુજબ પ૩ શહેરોના સર્વેમાં વર્ષ ર૦૧પમાં વડોદરા શહેરમાં ૭ર૮.૮ ટકા અને સુરતનો ૮૬.૯ ટકા ગુનાખોરીનું પ્રમાણ રહ્યું છે. ર૦૧૪માં ૧૩પ૪ તોફાનો અને ર૦૧પમાં ૧૭પ૧ તોફાનોના બનાવ બન્યા હતા. જેમાં અમદાવાદમાં ૧૧૮ બનાવો હતા. શહેરમાં ગુનાખોરીની વાત કરીએ તો ૯ર હત્યાઓ, પ૩ હત્યાની કોશિશ, ૩૩ર અપહરણના કેસ, ૧૩૦ લૂંટના કેસ, પ૭ર ઘરફોડ અને ર૪૯૬ ચોરીના બનાવો નોંધાયા છે.
ખંડણીના કેસોની વાત કરીએ તો ૪૬ જેટલા કેસ નોંધાયા છે. ૧૭૯ કેસ છેતરપિંડીના અને ગંભીર ધમકીઓ કરવા અંગેનાં ૧૬૯ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં ર૦૧૪માં ઇન્ડિયન પિનલ કોડ (આઇપીસી) મુજબ ૧પર૮૬ કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ ર૦૧પમાં ૧પ૯૬૮ કેસો એટલે કે ૪.૪ ટકા જેટલા વધુ કેસ નોંધાયા હતા. શહેરમાં ચોરી, લૂંટફાટ અને અપહરણના બનાવોમાં અંશતઃ ઘટાડો થયો છે. પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી ફૂટેજ આરોપીઓને ઝપડવા માટે મદદરૂપ થાય છે. જેથી ગુનાખોરીની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અસ્માતનાં બનાવોથી પણ મૃત્યુ થતા બનાવો વધ્યા છે.
બળાત્કારનાં ગુનામાં પણ રાજ્યનાં અન્ય શહેરો કરતાં અમદાવાદમાં વધુ બન્યાં છે. ૫૯ જેટલા બળાત્કારનાં કેસો નોંધાયા છે. મહિલાઓ પર થતા શારીરિક અને માનસિક અત્યાચારના બનાવોમાં અમદાવાદ શહેર સૌથી ટોચ પર રહ્યું છે. પ૯પ જેટલા કેસ અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારના નોંધાયા છે. ૬૧ટકા બળાત્કારના બનાવ ૧૯ થી ૩૦ વર્ષની યુવતીઓ સાથે બનવા પામ્યા છે.