Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

તુલા
તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. રાશિચક્રમાં આ રાશિનુ સ્થાન સાતમુ છે. આ રાશિની વ્યક્તિ મનમોજી હોય છે. બધા સાથે વ્યવ્હાર બનાવીને ચાલે છે. આ યોજનાઓ બનાવવામાં નિપુણ હોય છે. પણ બીજાને નુકશાન ન પહોંચે તેનુ પુરૂ ધ્યાન રાખે છે. કોઈ પણ કાર્ય ખુદના વિવેકથી કરવુ પસંદ કરે છે. આ લોકો ન્યાયપ્રિય હોય છે. ખોટુ તેમને સહન થતુ નથી. બીજાની ભલાઈ કરવા માટે તેઓ સદૈવ તૈયાર રહે છે. પોતાના કાર્યો પ્રત્યે જવાબદાર હોય છે. આ રાશિની સ્ત્રીને પતિ અને પુરૂષને પત્ની ભાગ્યશાળી મળે છે. તમે ઘણું સ્વતંત્ર અનુભવ કરશો અને નવી વસ્તુઓ શીખવા માં રુચિ લેશો. આ વર્ષે તમારે પોતાની જોડે પણ અમુક સમય પસાર કરવો જોઈએ આના થી તમને આંતરિક રૂપે મજબૂતી મળશે અને તમારી ઈચ્છા શક્તિ માં વધારો થશે. વિદેશ યાત્રા ના ઇછુક લોકો ને કોઈ ખુશખબરી મળી શકે છે અને ભૂતકાળ કરેલા કામ અને મહેનત નું ફળ આ સમયે મળી શકે છે તુલા રાશિનુ આર્થિક જીવન - નવા વર્ષમાં તુલા રાશિના જાતકોનો આર્થિક પક્ષ સામાન્ય રહેશે. પોતાની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે સતત તમારે પ્રયાસ કરવો પડશે. કાર્યક્ષેત્રમાં તમે આ વર્ષે તમારી સેલેરી વધારવા માંગો છો તો તમારે વધુ મહેનત કરવાની જરૂર છે. તમારે અન્ય સ્ત્રોતોમાંથી પણ ધન કમાવવાની કોશિશ કરવી પડશે. ડિસેમ્બર મહિના માં તમને કોઈ મોટા પદ પર નિયુક્તિ મળી શકે છે. જાન્યુઆરી થી એપ્રિલ અને નવેમ્બર વચ્ચે થી વર્ષ ના અંત સુધી નું સમય તમારા સ્થાનાંતરણ અથવા સારી નોકરી ના પરિવર્તન ના સંકેત આપે છે. તુલા રાશિનુ કેરિયર અને વેપાર - કેરિયર રાશિફળ મુજબ તુલા રાશિના જાતકોને આ વર્ષે સારુ પરિણામ પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આ વર્ષે તમને તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ પર વધુ ધ્યાન આપવુ પડશે. તેનાથી તમે કાર્યક્ષેત્રમાં સારા સંબંધો બનાવવામાં સફળ રહેશો અને બેબાકપણે પોતાના નવા વિચારોને સીનિયર અધિકારીઓ સામે મુકી શકશો. જે લોકો વેપારમાં છે તેમના માટે વર્ષ 2020 ઘણું સારું રહી શકે છે. જો તમે નોકરી અથવા વેપાર માં મહેનત કરતા રહેશો તો તેનું પરિણામ ઘણું સારું મળશે અને કોઈપણ કામ માં ઉતાવળ અથવા ઘબરાહટ ના દેખાડો. વિશેષરૂપે વર્ષ ની વચ્ચે નોકરી માં સ્થાનાંતરણ અથવા નવી નોકરી પ્રાપ્ત થવા ની સારી શક્યતા દેખાય છે તુલા રાશિનુ પારિવારિક જીવન - વર્ષની શરૂઆતમાં માતા પિતાનુ આરોગ્ય બગડી શકે છે. આ સમય તમે તમારા પરિજનો સાથે કોઈ વૈવાહિક સમારંભમાં જઈ શકો છો. સંતાનનો અભ્યાસ અને તેના ભવિષ્યને લઈને થોડા ચિંતિત જોવા મળશો. જો કે મે મહિનામાં સંતાન તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. વર્ષના મધ્યમાં સંબંધીઓ સાથે સંબંધ સુધરશે. આ સમય ઘર પર કોઈ ધાર્મિક આયોજન થઈ શકે છે. વર્ષના અંતમા પ્રોપર્ટીને લઈને ઘર પર અશાંતિનુ વાતાવરણ છવાય શકે છે. ધન સંબંધી અને કાયદા સંબંધી અમુક મુશ્કેલીઓ પરિવાર સમક્ષ આવી શકે છે પરંતુ ઘબરાવવા ની જરૂર નથી ધીરજ નું પરિચય આપતા નિર્ણય લો તો સફળતા મળશે તુલા રાશિનુ પ્રેમ અને લગ્ન - આ વર્ષે પ્રેમ જીવનમાં સમસ્યાઓથી બચો. પ્રેમમાં જીદ ન કરો. કારણ કે તેનાથી તમારા સંબંધો કમજોર થશે. તમારા લવ પાર્ટનર પર કોઈ પ્રકારનુ દબાણ ન નાખો. જો આ વર્ષે તમે તમારા લવ પાર્ટનર સાથે લગ્ન ના બંધનમાં બંધાવવા માંગો છો તો વાત આગળ વધારી શકો છો. મે-સપ્ટેમ્બર સુધી તમે પ્રેમમાં સારા પરિણામ મેળવશો. કોઈપણ જાત નો નિયંત્રણ કરવાનું પ્રયાસ ના કરો.પોતાની લાગણીઓ ને નિયંત્રણ માં રાખવું હશે અને પોતાના સાથી ના દિલ થી જોડાવા નો પ્રયાસ કરવો હશે ત્યારેજ તમે સારી રીતે પોતાના પ્રેમ જીવન ને આગળ વધારવામાં સક્ષમ થશો. તુલા રાશિનુ સ્વાસ્થ્ય જીવન - નવુ વર્ષ તમારા આરોગ્ય માટે મિશ્રિત રહેવાનુ છે. આ વર્ષે તમને કોઈ લાંબી બીમારીથી છુટકારો મળી શકે છે. પણ વર્ષની શરૂઆતમાં તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓ થશે. આ સમય શારીરિક દુ:ખાવો અને પેટ સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે. કોઈપણ જાત ની બેદરકારી તમારા આરોગ્ય માટે હાનિ કારક સિદ્ધ હોઈ શકે છે તેથી દરેક નાની થી નાઈ આરોગ્ય સમસ્યા ઉપર ધ્યાન આપો અને સમય રહેતા તબીબી પરામર્શ લો. નિયમિત રૂપે યોગાભ્યાસ કરો અને ધ્યાન લગાવો જેથી તમને ઘણું લાભ મળી શકે છે. તુલા રાશિ માટે ઉપાય - દર ગુરુવારે ચણાની દાળને શક્ય તેટલા પીળા કપડામાં બાંધી તેને મંદિરના પૂજારીને દાન કરો. - શનિવારે સવારે શિવલિંગ પર જટા સાથે નાળિયેર ચઢાવો - મંગળવારે રોટલીમાં ગોળ મૂકીને ગાયને ખવડાવો.