દરેક ઈચ્છે છે કે વજન કસરત કર્યા વગર અને કોઈપણ જાતની પરેશાની સિવાય ઓછુ થઈ જાય. જો તમે પણ વજન ઓછું કરવા ઈચ્છો છો તો અમે જણાવેલ આ જ્યૂસનું સેવન કરો. આ જ્યૂસના બે મહીના સુધી સતત પીવાથી તમારા વજન જરૂર ઓછું થઈ જશે .
જો તમે વિચારો છો કે આ જ્યૂસ શું છે તો અમે તમને જણાવી દઈએ કે આ જ્યૂસ ટમેટાનું જ્યૂસ છે. જે ઘણું લાભકારી સિદ્ધ થઈ શકે છે. ટામેટાના જ્યૂસમાં એંટીઓક્સીડેંટ અને મિનરલ્સ હોય છે જે વજન ઘટાડવા માટે જરૂરી તત્વ ગણાય છે. આ સિવાય ટામેટા તમારા શરીરનું મેટાબોલિજ્મ પણ વધારે છે, જે ફેટને જલ્દી બર્ન કરે છે.
આ ડ્રિંકમાં મધ અને કાળી મરી પણ નાખવામાં આવે છે, જે કે કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં લાભકારી છે. હવે જાણો વજન ઓછુ કરવા માટે ટમેટાના આ જ્યૂસ કેવી રીતે બનાવવામાં આવે છે.
સામગ્રી-
ટામેટા, મધ અને કાળી મરી
બનાવવાની રીત-
2 પાકા ટમેટા લો, એને મિક્સરમાં વાટીને એનો રસ કાઢો. પછી કાળી મરીને વાટીને તેનો પાવડર બનાવી લો. હવે આ બન્ને વસ્તુને એક કપમાં મિક્સ કરી લો. અને એમાં 2 ચમચી મધ મિક્સ કરો. તમારું ડ્રિંક પીવા માટે તૈયાર છે. આ જ્યૂસને દરરોજ સવારના સમયે ખાલી પેટ પીવો. બેસ્ટ રિઝલ્ટ માટે એનું સેવન 2 મહીના સુધી સતત કરો.