Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાળ માટે ગુણકારી છે પાલક...કાચી પાલક ખાવ અને વાળનો ગ્રોથ વધારો

વાળ માટે ગુણકારી છે પાલક...કાચી પાલક ખાવ અને વાળનો ગ્રોથ વધારો
, ગુરુવાર, 28 એપ્રિલ 2016 (16:04 IST)
પાલકમાં વિટામિન એ બી સી આયરન કેલ્શિયમ એમિનો એસિડ અને ફોલિક એસિડ વધુ પ્રમાણમાં જોવા મળે છે. 
 
ગુણોના મામલે પાલકનુ શાક બધા શાકથી ચઢિયાતું છે.  તેનો રસ જો પીવામાં સારો ન લાગે તો તેના રસમાં લોટ બાંધીને રોટલી ખાવી જોઈએ. પાલક લોહીમાં લાલ કણ વધારે છે. કબજિયાત દૂર કરે છે. પાલક, દાળ અને અન્ય શાકભાજીઓ સાથે ખાવ. 
 
પાલકની પ્રકૃતિ - પાલકની પ્રકૃતિ પાચક તર અને ઠંડી છે. પાલકમાં તજ નાખવાથી તેની પ્રકૃતિ બદલાય જાય છે અને પાલકને બાફવાથી પણ તેના ગુણ નષ્ટ નથી થતા. 
 
શરીર ક્રિયા વિજ્ઞાન - સંપૂર્ણ પાચન તંત્રની પ્રણાલી (પેટ નાના-મોટા આંતરડા) માટે પાલકનો રસ સફાઈ કારક અને પોષણ કરે છે. કાચી પાલકના રસમાં પ્રકૃતિએ દરેક પ્રકારના શુદ્ધિકારક તત્વ મુકેલા છે. પાલક સંક્રામક રોગ અને ઝેરીલા કીટાણુઓથી ઉત્પન્ન રોગોથી રક્ષા કરે છે.  પાલકમાં જોવા મળતા વિટામિન એ મ્યૂકસ મેમ્બ્રેન્સની સુરક્ષા માટે ઉપયોગી છે. 
 
ખરતા વાળને રોકવા માટે પાલક - કાચી પાલક ખાવાથી થોડી કડવી અને ખારી જરૂર લાગે છે પણ એ ગુણકારી હોય છે. પાલકમાં વિટામિન એ વિશેષ માત્રામાં હોય છે. જે માથાના વાળ માટે અત્યંત જરૂરી છે. જેમના માથાના વાળ ખરતા હોય તેમને રોજ કાચી પાલકનું સેવન કરવુ જોઈએ.  જેનાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. 
 
જે લોકોને પાલક ખાવાથી પથરી થઈ જાય છે તેઓ પાલક અને લીલા પાનવાળી મેથી મિક્સ કરીને સાગ બનાવીને ખાશે તો પથરી નહી બને. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી સુવિચાર