સ્વતંત્રતા દિવસના અવસર પર આઝાદીની ખુશીમાં મોઢું મીઠા કરવાની વાત છે તો શા માતે ન કેસરિયા , સફેદ અને લીલું આ તિરંગા 15 અગસ્તના ઉત્સવ પર મીઠાઈ પણ મિક્સ કરી નાખીએ તો તૈયાર થઈ જાઓ તિરંગી બરફી બનાવા માટે
સામગી-
500 ગ્રામ માવા
250 ગ્રામ ખાંડ
100 ગ્રામ ઘી
બદામ , કાજૂ , બે ચમચી નારિયળ ભૂકો.
2-3 ટીંપા લીલો રંગ , 2-3 ટીંપા કેસરિયો રંગ 2-3ચાંદી વર્ક ,
સજાવટ માટે- કેસર , નારિયળ ભૂકો અને પિસ્તાથી સજાવો તિરંગી બરફી
બનાવવાની રીત-
* એક કડાહીમાં ઘી ગર્મ કરી , ગર્મ ઘી માં બદામ , કાજૂ ,ને શેકી લો.
* પછી બીજી કડાહીમાં માવો શેકો હળવું ગુલાબી થતા માવામાં ખાંડ નાખી હલાવતા રહો. જ્યારે ખાંડ પૂરી રીતે ગળી જાય તો ગૈસ બંદ કરી દો.
* પછી માવાને ત્રણ ભાગમાં વહેંચી લો , માવાના એક ભાગમાં લીલો રંગ , એક ભાગ વગર રંગ નું સફેદ રાખો. એક ભાગમાં કેસરિયો રંગ અને થોડા કેસર મિક્સ કરો.
* હવે એક થાળીમાં ઘી લગાડો અને થાળીમાં સૌથી પહેલા લીલા રંગના માવાની પરત પથારો પછી સફેદ માવો અને સૌથી ઉપર કેસરિયો રંગના માવાની પરત લગાવો.
* પછી માવા ઉપર થી બદામ અને પિસ્તા નાખી ઠંડું થવા માટે મૂકી દો. પછી ચાંદીના વર્ક લગાવીને બરફીન આકારમાં કાપી લો.