Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોજ આ વસ્તુઓ ખાશો તો આંખોની રોશની વધશે

રોજ આ વસ્તુઓ ખાશો તો આંખોની રોશની વધશે
, શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (17:27 IST)
બદલતી લાઈફસ્ટાઈલમાં લોકોને ખાવા પીવામા ફેરફાર, કંપ્યુટર પર સતત કામ કરવુ, મોબાઈલ ફોન અને વધુ સમય સુધી ટીવી જોવાને કારણે આજે ઓછી વયમાં પણ આંખો પર ચશ્મા લાગી જાય છે.  જેને કરણે ચશ્માના નંબર વધવા માંડે છે. આવામાં આખોના ઈલા કરાવતા પણ આંખોની રોશની પરત આવતી નથી પણ હવે તમારે પરેશન થવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને આંખોની રોશનીને તેજ કરવા માટે કેટલાક ઉપાય બતાવી રહ્યા છે જેની મદદથી તમારા ચશ્મા કાયમ માટે ઉતરી જશે. 
1. આમળા - સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી અને આમળાના મુરબ્બાનુ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. 
2. ઈલાયચી - એક ઈલાયચી અને એક ચમચી વરિયાળીને એક ગ્લાસ દૂધ સાથે પીવાથી ચશ્મા ઉતરી જાય છે. 
3. પાલક અને મેથી - રોજ પાલક અને મેથીનુ સેવન કરવાથી આંખોની રોશની તેજ થાય છે અને લાગેલ ચશ્મા પણ ઉતરી જાય છે. 
webdunia





44  અખરોટ - અખરોટના તેલથી આંખોની ચારેબાજુ મસાજ કરવાથી આંખોની રોશની વધે છે અને આંખોની અનેક પ્રકારની સમાસ્યા દૂર થાય છે. 
5. ગાજરનુ જ્યુસ - રોજ એક ગ્લાસ ગાજરનુ જ્યુસ પીવાથી આંખો પર લાગેલ ચશ્મા જલ્દી ઉતરી શકે છે. 
6. બદામ - પાણીમાં પલાળેલી બદામ ખાવાથી મગજ તેજ થાય છે અને સાથે જ આંખોની રોશની તેજ થાય છે. રોજ સવારે ખાલે એપેટમાં 7-8 બદામ પલાળીને ખાવ. 
 
webdunia

7. વરિયાળી અને સાકર - એક ચમચી વરિયાળી અને સાકર, 4-5 પલાળેલી બદામને દૂધની સાથે રોજ રાત્રે ખાઈને સૂવાથી આંખો ઠીક રહે છે. 
8. મધ અને મુલેઠી - મધ મુલેઠી અને અડધી ચમચી દેશી ઘી દૂધમાં મિક્સ કરીને પીવાથી ચશ્મા ઉતરી જાય છે. 
9. દેશી ઘી - રાત્રે કાનની પાછળ દેશી ઘીથી માલિશ કરવાથી ચશ્માનો નંબર ઓછો થાય છે.  
10. ત્રિફળા ચૂરણ - ત્રિફળા ચૂરણ બનાવીને રોજ સેવન કરવાથી આંખોની રોશની તેજ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ તેલમાં છિપાયો છે અનેક બીમારીઓનો ઈલાજ