Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ તેલમાં છિપાયો છે અનેક બીમારીઓનો ઈલાજ

આ તેલમાં છિપાયો છે અનેક બીમારીઓનો ઈલાજ
, શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (12:00 IST)
જ્યારે આપણુ સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે તો આપણે ઠીક થવા માટે ડોક્ટર અને દવાઓની મદદ લઈએ છીએ. છતા પણ સારી રીતે ઠીક નથી થઈ શકતા. આવામાં તમે ઘરે જ  તમારી અનેક પ્રકારની બીમારીઓનો ઈલાજ કરી શકો છો. આજે અમે તમને એક એવા તેલ વિશે બતાવીશુ જેના ઉપયોગથી તમે ગંભીરથી ગંભીર બીમારી સામે લડી શકો છો. 
 
કાળા જીરાનું તેલ - કાળાજીરાના તેલનો  ઉપયોગ વર્ષોથી મસાલા અને દવાઓના રૂપમાં કરવામાં આવે છે.  તેના આ ગુણોને કારણે જ કાળા જીરાના તેલમાં દરેક દર્દનો ઈલાજ છિપાયો છે. 
 
કાળુ જીરુ  પોષક તત્વોથી ભરપૂર - કાળાજીરામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વસા જેવા 100થી પણ વધુ મહત્વપુર્ણ પોષક તત્વ જોવા મળે છે. જે આપણા શરીરના રોગોને દૂર રાખે છે. 
 
1. કૈસર - અડધી ચમચી કાળા જીરાના તેલને એક ગ્લાસ દ્રાક્ષના જ્યુસમાં  મિક્સ કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી કૈસરની બીમારીમાં રાહત મળે છે. 
 
2. એચઆઈવી - એચઆઈવી પીડિત વ્યક્તિ રોજ કાળા જીરુ, લસણ અને મધ મિક્સ કરીને ખાવાથી શરીરની રક્ષા કરનારી ટી-4 અને ટી-8 લિંફેટિક કોશિકાઓની સંખ્યા વધી જાય છે. 
 
3. ખાંસી અને દમા - ખાંસી અને દમાની ફરિયાદ થતા છાતી અને પીઠ પર કાળા જીરાના તેલની માલિશથી રાહત મળે છે કે ત્રણ ચમચી કાળા જીરાનુ તેલ રોજ પીવો. 
 
4. ડાયાબિટીસ - 1 કપ કાળા મરીના બીયા, 1 કપ રાઈ, અડધો કપ દાડમના છાલટાને વાટીને તેનુ ચૂરણ બનાવી લો. આ ચૂરણને નાસ્તો કરતા પહેલા અડધી ચમચી કાળા જીરાના તેલ સાથે લેવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. 
 
5. કિડની સ્ટોન - વાટેલા કાળા જીરાનાને મધમાં સારી રીતે મિક્સ કરીને એક ચમચી કાળા જીરાના તેલ સાથે મિક્સ કરીને રોજ સવારે તેનુ સેવન કરવાથી ફાયદો મળે છે. 
 
6. હ્રદય રોગ અને બ્લડ પ્રેશર - ગરમ પીણામાં એક ચમચી કાળા જીરાનુ તેલ મિક્સ કરીને ત્રણ દિવસમાં એક વાર આખા શરીર પર માલિશ કરીને અડધો કલાક તડકામાં બેસવાથી લાભ મળે છે. 
 
7. સફેદ દાગ - શરીર પર સફેદ દાગ અને કુષ્ઠ રોગ થઈ જતા 15 દિવસ સુધી રોજ પહેલા સફરજનન સરકો(apple vinegar) શરીર પર લગાવો પછી કાળાજીરાનુ તેલથી માલિશ કરો રાહત મળશે. 
 
8. કમરનો દુખાવો અને સાંધાનો દુખાવો - કાળા જીરાના તેલને હળવુ ગરમ કરીને જ્યા દુખાવો થાય ત્યા માલિશ કરવાથી આરામ મળે છે. 
 
9. માથાનો દુખાવો - માથાનો દુખાવો થતા માથુ અને કપાળના બંને બાજુ કાળાજીરાનુ તેલ લગાવીને માલિશ કરવાથી રાહત મળે છે. 
 
10. આંખની સમસ્યા માટે - રોજ સૂતા પહેલા પાંપણ અને આંખને આસપાસ કાળાજીરાનુ તેલ લગાવીને આંખોની બધા પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી વાનગી - મેથીના થેપલા