Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાને ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી

પાકિસ્તાને  ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવીને  સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી
, ગુરુવાર, 27 જૂન 2019 (10:00 IST)
બાબર આઝમની શાનદાર સદી અને હેરિસ સોહૈલ સાથેની તેની વિશાળ ભાગીદારીની મદદથી પાકિસ્તાને બુધવારે રમાયેલી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની મૅચમાં ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડને પહેલી વાર પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમ 101 રન સાથે અણનમ રહ્યા હતા.
 
વરસાદને કારણે એક કલાક મોડી શરૂ થયેલી મૅચમાં કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલૅન્ડે 50 ઓવરને અંતે છ વિકેટે 237 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે પાકિસ્તાને 49.1 ઓવરમાં ચાર વિકેટે 241 રન નોંધાવ્યા હતા.
webdunia
પાકિસ્તાને શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાબર આઝમે ત્રીજી વિકેટ માટે મોહમ્મદ હફીઝ સાથે 66 અને ચોથી વિકેટ માટે હેરિસ સોહૈલ સાથે 126 રનની ભાગીદારી નોંધાવીને ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. બાબર આઝમે અણનમ 101 રન ફટકાર્યા હતા. 127 બોલની ઇનિંગ્ઝમાં તેમણે 11 બાઉન્ડ્રી ફટકારી હતી, તો સોહૈલે 76 બૉલમાં 68 રનનું યોગદાન આપ્યું હતું.
 
ન્યૂઝીલૅન્ડની ઇનિંગ્ઝનો પ્રારંભ પણ કંગાળ રહ્યો હતો. જીમી નીશમ રમવા આવે તે અગાઉ ન્યૂઝીલૅન્ડે 46 રનમાં ચાર અને ત્યાર બાદ 83 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ તબક્કે પાકિસ્તાન હાવી થઈ રહેલું જણાતું હતું અને મેચ ઓછા સ્કોરવાળી બની રહે તેવી દહેશત હતી, પરંતુ નીશમે વળતો પ્રહાર કરીને કિવિ ટીમને મૅચમાં પરત આવવામાં મદદ કરી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1983માં વર્લ્ડ કપમાં હાર્યા બાદ જ્યારે વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે બદલો લીધો