Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ICC CWC 2019: વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની પ્રથમ મેચ આજે, બે મેચ હારી ચુકેલ SA સાથે છે મુકાબલો

ICC CWC 2019: વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની પ્રથમ મેચ આજે, બે મેચ હારી ચુકેલ SA સાથે છે મુકાબલો
, બુધવાર, 5 જૂન 2019 (12:09 IST)
ICC CWC 2019: એક અરબથી વધુ દેશવાસીઓની આશાઓને લઈને વિરાટ કોહલી પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરના સૌથી મહત્વની યાત્રાની શરૂઆત બુધવારે વિશ્વકપમાં સતત બે મેચ હારી ચુકેલ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે.  આ દરમિયાન સર્વશ્રેષ્ઠ બેટિંગમાંથી એક કોહલીની કપ્તાનના રૂપમાં અસલી પરિક્ષા ક્રિકેટના આ મહાકુંભમાં થશે. ભારત પાસ્સે મેચ વિનર્સની કમી નથી અને તેમા પહેલુ નામ કોહલીની ખુદનુ જ આવે છે. પણ તેમા એ વિશેષતા નથી જે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી 2011ની વિશ્વકપ વિજેતા ટીમમાં હતી. 
 
એ ટીમમાં સચિન તેંદુલકર, વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન અને હરભજન સિંહ હતા જેમનો સાથ આપવા માટે મુનાફ પટેલ, આશીષ નેહરા, સુરેશ રૈના અને યુવા કોહલી હતા. વર્તમાન ટીમના કપ્તાન કોહલી અને માર્ગદર્શક ધોની છે અને જેમને છેલ્લી નવમાંથી 6 મેચ જીતી છે. આ વખતે ખિતાબની પ્રબળ દાવેદારીમાં ટીમ ઈંડિયા પણ છે.  બે વર્ષની મહેનતનુ પરિણામ આ ટીમના રૂપમાં થઈ છે.   ચેમ્પિયંસ ટ્રોફી 2017ની ફાઈનલમાં પાકિસ્તાન તરફથી મળેલી હાર પછી વિશ્વકપની ટીમની તૈયારી શરૂ થઈ ચુકી હતી. 
webdunia
ટીમ ઈંડિયાને અહી આવ્યા પછી ઘણો આરામ મળી ચુક્યો છે. બાકી ટીમો બે બે મેચ રમી ચુકી છે.  જ્યારે કે ભારતની આ પ્રથમ મેચ છે. ટુર્નામેટની પ્રથમ મેચ હંમેશા મહત્વની હોય છે અને આ વખતે સામનો દક્ષિણ આફ્રિઅક સાથે છે. જેનુ મનોબળ ઈગ્લેંડ અને બાંગ્લાદેશ સામે હારીને પહેલા જ તૂટી ચુક્યુ છે. તેજ ઝડપી લૂંગી એંગિડી ઘાયલ થવાથી બહાર છે  જ્યારે કે ડેલ સ્ટેન ખભાના દુખાવાથી છુટકારો મેળવી શક્યા નથી. 
 
આમ તમામ પરેશાનીઓ છતા દક્ષિણ આફ્રિકાને સહેલાઈથી ન લેવુ જોઈએ. મુખ્ય કોચ અને ચાલાક રણનીતિકાર રવિ શાસ્ત્રી પોતાના ખેલાડીઓને પગ જમીન પર મુકવાની સલાહ આપવી નહી ભૂલે.  આ પિચ પર ઘાસ નથી અને તેને બેટ્સમેનો માટે મદદરૂપ માનવામાં આવી રહી છે. મોસમ વિભાગે જોકે વાદળ છવાયેલા રહેવા અને વરસાદની આશંકા બતાવી છે. 
webdunia
આઇસીસી ટુર્નામેન્ટમાં 2012 થી આ બંને ટીમોની વચ્ચે થયેલા મુકાબલા જોઇએ તો અહીં ભારતે પોતાનો દબદબો બનાવ્યો છે. આઇસીસીના કાર્યક્રમોમાં આ બંને ટીમો વીતેલા 7 વર્ષમાં 5 વખત ટકરાઇ અને પાંચ વખત ભારતે આફ્રિકન ટીમને ધૂળ ચટાડી દીધી છે. ટીમ ઇન્ડિયાએ તેને 2012 અને 2014 વર્લ્ડ ટી20મા, 2013 અને 2017મા ચેમ્પિયન્સ ટ્રોફી અને 2015 વર્લ્ડ કપમાં માત આપી છે.
 
સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયા એ અત્યાર સુધી 3 વનડે મેચ જ રમ્યા છે. 2004મા કેન્યાની સામે તેને જીત નોંધાવી હતી અને બાકીના બે મુકાબલોમાં ઇંગ્લેન્ડની વિરૂદ્ધ (2007 અને 2011)મા હારનો સામનો કરવો પડ્યો. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે આ મેદાન પર આ પહેલી ટક્કર છે.
 
ઓલ ધ બેસ્ટ ટીમ ઈંડિયા.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માનસૂનમાં થઈ શકે છે મોડું, લૂની ચપેટમાં અડધું ભારત