ન્યુઝીલેંડ દ્વારા આપવામાં આવેલ 240 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત મુશ્કેલીમાં છે. 3 ઓવરમાં જ તેણે 3 વિકેટ ગુમાવી હતી. જ્યારે કે સ્કોર બોર્ડ પર હજુ 3 રન જ જોડાયા હતા. ત્યારબાદ દિનેશ કાર્તિક (6) એ ઋષભ પંત સાથે મળીને સ્કોરને 24 સુધી પહોંચાડ્યો. અહી કાર્તિક મૈટ હૈનરીનો ત્રીજો શિકાર બન્યા અને ભારતે પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી.
હાલ ઋષભ પંત સાથે હાર્દિક પડ્યા ભારતની લડખડાતી રમતને સાચવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પહેલા ન્યુઝીલેંડએ આજે પોતાના દાવના બાકી બચેલા 3.5 ઓવરમાં 28 રન જોડીને 3 વિકેટ ગુમાવી. આ રીતે તે 50 ઓવરમાં 8 વિકેટ પર 239 રન બનાવી શક્યુ. મંગળવારે વરસાદ આવતા પહેલા (46.1 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 211) રન બનાવ્યા હતા.
240 રનનો પીછો કરતા ભારતે 5 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 6 રન કર્યા છે. ઋષભ પંત 1 રને અને દિનેશ કાર્તિક 0 રને રમી રહ્યા છે. વિરાટ કોહલી ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. રોહિત શર્મા 1 રને મેટ હેનરીની બોલિંગમાં કીપર લેથમના હાથે કેચ આઉટ થયો હતો. જયારે લોકેશ રાહુલ 1 રને મેટ હેનરીનો બીજો શિકાર બન્યો હતો. કીપર લેથમે તેનો શાનદાર કેચ કર્યો હતો.
કોહલીએ રિવ્યુ લીધો છતાં પેવેલિયન ભેગો થયો: અમ્પાયરે આઉટ આપ્યા પછી કોહલીએ રિવ્યુ લીધો હતો. બોલ સ્ટમ્પને 5% કરતાં પણ ઓછો અડતો હોવા છતાં પણ અમ્પાયર્સ કોલ હોવાથી તેને પાછું જવું પડ્યું હતું.
પહેલી બોલ - યોર્કર સેટનરે મુશ્કેલીથી એક રન લીધો
બીજી બોલ - ટ્રેટ બોલ્ડ કોઈ રન નહી
ત્રીજી બોલ - ડીપમિડ વિકેટ પર રમીને બે રન લીધા
ચોથી બોલ - બોલ્ડે મિડ ઓફ પર રમીને એક રન લીધો
5મી બોલ - સેટનરે મિડ ઓફ પર રમીને એક રન લીધો
6ઠ્ઠી બોલ - સેટનરે બેટ્સ પર ન મારી બોલ લેબ બાઈના રૂપમાં એક રન
49મી ઓવર રવિન્દ્ર જડેજાને વિકેટ
પહેલે બોલને ટૉમ લેથમ સિકસર મારવા માંગતા હતા પણ કેચ આઉટ થઈ ગયા. તેમનો શાનદાર કેચ રવિન્દ્ર જડેજાએ સીમારેખાના ઠીક પહેલા પકડ્યો
કીવી ટીમને 7મો ઝટકો. આ સાથે જ ગઈકાલના જામેલા બંને બેટ્સમેન પેવેલિયન ભેગા થયા.
ચોથા બોલ પર મિશેલ સૈટનરે ડીપ મિડવિકેટ પર ચોક્કો માર્યો. આજની આ પ્રથમ બાઉંડ્રી.
48મી ઓવર જસપ્રીત બુમરાહ વિકેટ
ઓવરને છ્ઠ્ઠી બોલ પર રવિન્દ્ર જડેજાનો ડાયરેક્ટ થ્રો. રોસ ટેલર 74 રન બનાવીને પેવેલિયન ભેગા. કીવી ટીમને છઠ્ઠો ઝટકો