Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Cup 2019 IND Vs NZ Semi Final: જાણો આજે પિચ કોનો આપશે સાથ ?

World Cup 2019 IND Vs NZ Semi Final: જાણો આજે પિચ કોનો આપશે સાથ ?
નવી દિલ્હી. , મંગળવાર, 9 જુલાઈ 2019 (11:33 IST)
વર્લ્ડકપમાં આજે રમાશે પ્રથમ સેમીફાઈનલ. જેમા સામસામે હશે ભારત અને ન્યુઝીલેંડ. બંને ટીમો આ ટુર્નામેંટમાં એક વાર પણ મેદાનમાં સાથે ટકરાઈ નથી. મૈનચેસ્ટરમાં થનારી હરીફાઈમાં વરસાદ આવવાની શકયતા  છે. જેની અસર પિચ પર પણ પડશે.  ખેલાડીઓના પ્રદર્શન સાથે જ પિચ પણ મેચના પરિણામ પર પ્રભાવ નાખી શકે છે અને બંને ટીમોના કપ્તાન પણ પિચના આધાર પર  જ પ્લેઈંગ ઈલેવન અને ટૉસ પછી બેટિક કે બોલિંગની પસંદગી કરશે.  એવામાં જાણીએ કે છેવટે મૈનચેસ્ટરની પીચ કોનો સાથ આપશે.. 
 
ઉલ્લેખનીય છે કે આખો દિવસ આકાશમાં વાદળ છવાયેલા રહે તેવુ અનુમાન છે અને મેચ દરમિયાન વરસાદી છાંટા પણ પડી શકે છે. મેચ પહેલા તમને બતાવી દઈએ કે  આ ટુર્નામેંટમાં ઓલ્ડ ટ્રૈફર્ડના મેદાનમાં રમાયેલ પાંચ મેચ પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. બીજી બાજુ માનવામાં આવી રહ્યુ છે કે મેચ યોગ્ય સમય પર શરૂ થઈ શકે છે અને મેચ દરમિયાન વરસાદ અવરોધ નાખી શકે છે. આવામાં બંને ટીમોના કપ્તાન પાછળા રેકોર્ડને જોઈને અને વર્તમન પિચની પરિસ્થિતિ જોઈને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરશે. 
 
બીજી બાજુ વર્લ્ડકપના પ્રથમ ચરણમાં પિચ તેજ હતી પણ બીજા ચરણમાં પિચ સુખી અને ધીમી થતી ગઈ. જેના કારણે પછી બેટિંગ કરનારી ટીમને ટાર્ગેગ ચેઝ કરવામાં સમસ્યા થવા માંડી. બીજી બાજુ માનવામાં આવી રહ્યુ છે કે  સેમીફાઈનલ માટે નવી પિચ તૈયાર કરવામાં આવી રહી છે. જે બંને ટીમોના બોલરોને મદદ કરી શકે છે.  જો ભારતીય બેટ્સમેન સ્વિંગ કરી શકે છે તો ન્યુઝીલેંડના બેટ્સમેન માટે પરેશાની ઉભી થઈ શકે છે. 
 
વરસાદ પડશે તો શુ થશે ?
 
જો આજની મેચ વરસાદમાં ધોવાય જાય છે તો ભારત અને ન્યુઝીલેંડ એકવાર ફરી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.  ઉલ્લેખનીય છે કે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે એક દિવસ રિઝર્વ રહે છે. તો વરસાદને કારણે મેચ રદ્દ થવાની સ્થિતિમાં બુધવારે એક વાર ફરી મેચ રમાશે. જો તે મેચ પણ વરસાદને કારણે ધોવાય જાય છે તો ભારત સીધા સેમીફાઈનલમાં પહોંચી જશે.  કારણ કે ભારતનુ રનરેટ ન્યુઝીલેંડના રનરેટથી ઘણુ વધુ છે. જેનો ફાયદો ભારતને મળી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે India vs New Zealand સેમીફાઈનલ, મેચ ન રમાઈ તો પણ ભારત પહોંચી જશે વર્લ્ડકપ ફાઈનલમાં