કેવી રીતે શરૂઆત થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની
28 ફેબ્રુઆરી સન 1909ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી. છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી.