વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉડતી કારનું મોડેલ રજુ થશે, 5 દેશોના વડાપ્રધાન ભાગ લેશે
, ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (12:21 IST)
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વખતે પણ દેશ-વિદેશની ઉદ્યોગ જગતની હસ્તીઓ હાજર રહેવાની છે. તેમાં નવા રોકાણ, નવી લોચિંગ અને આગામી દાયકાના રોડમેપ પણ તૈયાર થશે. 'શેપિંગ એ ન્યૂ ઈંડિયા' થીમ પર આયોજિત આ સમિટમાં 'નવા ભારત'નો આગાજ પણ થશે. વાઈબ્રન્ટ ગુજરાતને લઇને રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વાઈબ્રન્ટ સમિટના આયોજિત સ્થળ ગાંધીનગરના મહાત્મા મંદિરનું નિરિક્ષણ કરવા પહોંચ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ઈંફ્રાસ્ટ્રચર, મેન્યુફેક્ચરિંગ, એજ્યુકેશન, હેલ્થ, સોશિયલ સેક્ટરમાં મોટા રોકાણ આવવાની મુખ્યમંત્રી પોતે સંભાવના વ્યક્ત કરી છે. 8મી સમિટમાં 25000 MoU સાઇન થયા હતા જે આ વખતે વધીને 30 હજારને પાર થઇ જશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 'સમિટ વિકાસ યાત્રા બની જશે, ગુજરાતમાં મોટાપાયે રોજગાર અને રોકાણ પણ થશે.'દેશની જાણિતી કંપનીઓ આ સમિટમાં ગુજરાતમાં પોતાના રોકાણનો પ્લાન રજૂ કરશે. તેમાં રિલાયન્સ ઈંડસ્ટ્રી, અદાણી ગ્રુપ, ટાટા ગ્રુપ, એલએનટી, ઝાયડ્સ કેડિલા, ટોરેન્ટ ફાર્મા સહિત ઘણી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. અશોક લેલૈંડ પોતાની પ્રથમ ફૂલ કેપેસિટીવાળી ઈલેક્ટ્રિક બસ પણ લોંચ કરશે, જેનું લોચિંગ વડાપ્રધાન પોતે કરવાના છે અને ટૂંક સમયમાં જ ઈલેક્ટ્રિક બસ અમદાવાદના રસ્તા પર દોડતી જોવા મળશે.
આગળનો લેખ