Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનથી વાઈબ્રન્ટ સમિટમાં કોઈ ડેલિગેશન આવવાનું નથીઃ મુખ્યપ્રધાન રૂપાણી

પાકિસ્તાનથી વાઈબ્રન્ટ સમિટમાં કોઈ ડેલિગેશન આવવાનું નથીઃ મુખ્યપ્રધાન રૂપાણી
, બુધવાર, 16 જાન્યુઆરી 2019 (12:23 IST)
રફાલ વિમાનના વિવાદાસ્પદ સોદાને પગલે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને પણ વાઇબ્રન્ટ સમિટ માટે આમંત્રણ ન અપાયું તા. 18થી 20 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે.
 
આ સમિટમાં આ વખતે પાકિસ્તાનના ડેલિગેશનને આમંત્રણ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ જે એન સિંઘે પણ કબૂલ્યું હતું કે ગુજરાત ચેમ્બર્સ દ્વારા પાકિસ્તાનના ડેલિગેશનને વાઇબ્રન્ટ સમિટ માટે હાજર રહેવાનું નિમંત્રણ અપાયું છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે હાલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલો બિઝનેસ ચાલશે.
 
જો બિઝનેસ વધે તો એમાં કશું ખોટું નથી પરંતુ સરકારે પાકિસ્તાનને કોઈ સીધો આમંત્રણ આપ્યું નથી. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે અમદાવાદમાં ફ્લાવર શોનુ ઉદ્ઘાટન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનનું કોઈ જ પ્રતિનિધિ મંડળ આવવાનું નથી.
 
હવે સૌ કોઈ નજર પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ વાઇબ્રન્ટમાં ભાગ લેવામાં આવે છે કે કેમ તેના પર મંડાઈ છે બીજી બાજુ ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા સમિટમાં હાજર રહેના દેશના ટોચના ઉદ્યોગપતિઓની સત્તાવાર યાદી જાહેર કરી હતી. જેમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ નથી. એનો અર્થ એવો થયો કે અનિલ અંબાણી સમિટમાં હાજર રહેવાના નથી.
 
અત્રે નોંધનીય છે કે અનિલ અંબાણી 2003થી 2017 સુધી યોજાયેલી તમામ વાઈબ્રન્ટમાં હાજર રહ્યા હતા પરંતુ આ વખતે રફાલ ફાઈટર જેટની ખરીદીમાં કૌભાંડ થયાનો આક્ષેપ થયો છે જેના મુદ્દે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ દેશભરમાં હોબાળો મચાવ્યો છે.
 
કેટલું નહિ અનિલ અંબાણીની કંપની આ સોદાથી 30 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે એવું જણાવ્યું છે આવા વિવાદ વચ્ચે જો અનિલ અંબાણી વડાપ્રધાનની સાથે વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહે તો વધુ આક્ષેપો કરવાની તક મળી જાય જે કાઢવા માટે સરકારે અનિલ અંબાણીને વાઇબ્રન્ટ માટે આમંત્રણ જ ન આપ્યું હોવાની વાત સચિવાલયમાં ચર્ચાઇ રહી છે.
 
આશ્ચર્યની વાત છે કે મુખ્ય સચિવે પ્રેસ કોન્ફરન્સમાં અનિલ અંબાણી વાઈબ્રન્ટમાં હાજર રહેશે કે કેમ તે પ્રશ્ન અંગે કોઈ જ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. વાઈબ્રન્ટ સમિટનું કામ સંભાળનાર અન્ય આઇએએસ અધિકારીઓ એ કે સરકાર દ્વારા પણ અનિલ અંબાણીના સંદર્ભમાં હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરાઇ નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાયણના બે દિવસમાં પતંગોના દોરાએ 51 પક્ષીઓની કાપી જીવાદોરીઃ 964 ઘાયલ