Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

What things should not be given as gifts
, શનિવાર, 10 મે 2025 (16:35 IST)
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ છે જે આપણા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેવી જ રીતે, વાસ્તુમાં પણ કહેવામાં આવ્યું છે કે આપણે કઈ વસ્તુઓ ભેટ તરીકે ન આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ વસ્તુઓ ભેટ તરીકે આપવાથી સંબંધોમાં અંતર વધી શકે છે અથવા તો અલગ પણ થઈ શકે છે. આ ઉપરાંત, આ વસ્તુઓ ભેટમાં આપવાથી આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે. ચાલો જાણીએ આ બાબતો વિશે .
 
 
1 . પર્સ - વાસ્તુ અનુસાર, તમારે ક્યારેય કોઈને પર્સ ભેટમાં ન આપવું જોઈએ. પર્સ ભેટમાં આપવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. તમે તમારા પર્સમા તમારા પૈસા બચાવો છો, તેથી જો તમે પર્સ કે પાકીટ કોઈને ભેટઆપો છો તો તમારા બચાવેલા પૈસા પણ બિનજરૂરી રીતે ખર્ચાઈ શકે છે.
 
2. કાળી વસ્તુઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કાળા રંગની વસ્તુઓ ભેટ તરીકે ન આપવી જોઈએ. કાળા રંગના કપડાં, ઘડિયાળો અને જૂતા ભેટમાં આપવાથી સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી, જો તમે સંબંધોમાં મજબૂતી અને સુમેળ લાવવા માંગતા હોય, તો કાળા રંગની વસ્તુઓ ભેટમાં આપવાનું ટાળો.
 
3. મોતી
મોતી તમારી સુંદરતામાં વધારો કરે છે. જોકે, વાસ્તુ અનુસાર, ભેટ તરીકે મોતી આપવાને અશુભ માનવામાં આવે છે. મોતીને આંસુનું પ્રતીક માનવામાં આવે છે, તેથી જો તમે તેને કોઈને ભેટ આપો છો તો તમારા જીવનમાં તેમજ તે વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. આનાથી તમારા સંબંધો પણ બગડી શકે છે.
 
4 . રૂમાલ
દરેક વ્યક્તિ પોતાની સાથે રૂમાલ રાખે છે, પરંતુ તમારે ક્યારેય કોઈને રૂમાલ ભેટમાં ન આપવો જોઈએ. વાસ્તુ અનુસાર, રૂમાલ ભેટમાં આપવાથી પણ સંબંધો બગડે છે.
 
5. પરફ્યુમ
પરફ્યુમ એક એવી વસ્તુ છે જે લોકો ઘણીવાર તેમના નજીકના લોકોને ભેટમાં આપે છે. જોકે, વાસ્તુ અનુસાર, ભેટ તરીકે અત્તર આપવું શુભ માનવામાં આવતું નથી. આ કારણે તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરફ્યુમ ભેટ આપવાથી પણ તમારા શુક્ર ગ્રહને નબળો પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો