Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: દિવાળી પહેલા કરી લો આ કામ, હંમેશા ભરેલી રહેશે તિજોરી

Vastu Tips
, ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (15:35 IST)
laxmi vastu diwali
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રનુ મહત્વ આપણા જીવનમાં ખૂબ ઉંડુ છે. એવુ કહેવાય છે જે કો કોઈપણ કાર્ય કરતા પહેલા કે કરવા દરમિયાન તેમા બતાવેલા નિયમોનુ યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં ખુશીઓ અને પૈસા આવવાની સાથે જ ઘર પરિવારમાં ચાલતી સમસ્યા પણ દૂર થઈ શકે છે.  દિવાળી નજીક આવી રહી છે, અને આવામા આપણા વાસ્તુ શાસ્ત્રમા તેને લગતા કેટલાક નિયમો બતાવ્યા છે. આ લેખમાં, અમે એવા કેટલાક ઉપાયો બતાવીશુ જે તમારે દિવાળી પહેલા જરૂર અપનાવવા જોઈએ. એવી માન્યતા છે કે  જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે, અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
 
આ ઉપાયથી પૈસા આવવા શરૂ થઈ જશે. 
 વાસ્તુ નિષ્ણાતોના મતે, દિવાળી પહેલા તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં તિજોરી મુકી દેવી  જોઈએ. જ્યારે તમે આવુ કરશો, ત્યારે પૈસા આવવા શરૂ થઈ જશે.  ઉપરાંત આ દિશામાં મુકેલી તિજોરી તમને અટકેલુ ધન કે પૈસાને પરત મેળવવામાં પણ મદદ કરી શકે છે.
 
 
કર્જથી છુટકારો મેળવવા માટે ઉપાય 
વાસ્તુ શાસ્ત્ર મુજબ જે પણ લોકો કર્જની સમસ્યાનો સમનો કરી રહ્યા છે એ લોકોને દિવાળી પહેલા ઘરની દક્ષિણ દિશામાં જ્વેલરી મુકી દેવી જોઈએ. જ્યારે તમે આવુ કરો છો તો તમારા પણ ભલે કેટલુ પણ કર્જ કેમ ન હોય તે ઉતરી જાય છે. 
 
 
મનોકામના પુરી કરવા માટે કરો આ ઉપાય  
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગતા હો, તો તમારે ઘરની દક્ષિણ દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરવું જોઈએ. જો તમે દિવાળી પહેલા આ કરો છો, તો પરિણામો વધુ શુભ મળે છે. આ નાનકડા ઉપાયથી ભગવાન કુબેર  પ્રસન્ન થાય  છે અને તમારી બધી ઇચ્છાઓ પણ પૂરી થાય  છે.
 
નસીબ બદલવા માટે કરો આ કામ 
વાસ્તુના જાણકારો મુજબ જો તમે તમારુ નસીબ સંપૂર્ણ રીતે બદલવા માંગો છો તો  દિવાળી પહેલા બધા ડોક્યુમેંટ્સ ઘરની દક્ષિણ દિશામાં મુકી દો. આવુ કરવાથી તમારા પ્રોગ્રેસના બધા રસ્તા ખુલી જશે.  
 
બિઝનેસમા પ્રોગ્રેસ માટે કરો આ ઉપાય 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે વ્યવસાયમાં પ્રગતિ કરી રહ્યા નથી, તો તમારે ઘરની દક્ષિણ દિશામાં દેવી લક્ષ્મીની મૂર્તિ મુકવી જોઈએ..દિવાળી પહેલા આ કરવાથી તમને થોડાક જ સમયમાં ફાયદો  ફાયદો થઈ શકે છે. વધુમાં, જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય, તો તમારે આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

9 ઓકટોબરનું રાશિફળ - આજે ગુરૂવારે આ રાશિના જાતકો પર રહેશે વિષ્ણુદેવની કૃપા