Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ નિયમોના પાલનથી સાધારણ બિઝનેસ પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.. અજમાવો..

વાસ્તુ નિયમોના પાલનથી સાધારણ બિઝનેસ પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.. અજમાવો..
, ગુરુવાર, 24 નવેમ્બર 2016 (16:31 IST)
વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનુ પાલન કરતા જો તમે તમારી ફેક્ટરી વ્યવસયિક સંસ્થાનનુ નિર્માણ કરાવશો તો ફેક્ટરીની આર્થિક પ્રગતિ થશે. ઉત્પાદન વધશે અને શ્રમિક વર્ગમાં સંતોષ કાયમ રહેશે. ભૂમિ પસંદગી અને ભૂખંડના અકારથી લઈને મુખ્ય દ્વાર, મશીનરી, ગોદામ, કાચો માલ, અદ્રદ્યનિર્મિત અને નિર્મિત ઉત્પાદ, વિક્રય વ્યવસ્થા, વિદ્યુત વ્યવસ્થા, શ્રમિકોનુ આરામ સ્થળ અને નિવાસ વગેરે દરેક ભાગને વાસ્તુના નિયમ મુજબ બનાવવાનુ ઉત્તમ ફળ મળે છે. 
 
વાસ્તુના નિયમોના પાલનથી સાધારણ બિઝનેસ પણ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી લે છે. જ્યારે કે પર્યાપ્ત નાણાકીય પોષણ અને પ્રબંધકીય યોગ્યતાઓ છતા અનેક એકમો ખોટ ઉઠાવવા માંડે છે. કારણ કે વાસ્તુના નિયમોના ઉલ્લંઘન તેમને મળે છે. 
 
ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત વાસ્તુ યદ્યપિ વાસ્તુ પુરૂષ અને વિશ્વકર્મા પૌરાણિક સંદર્ભ છે. પણ તેના મૂળમાં ઔદ્યોગિક ભૂખંડમાં પ્રકૃતિના ઉર્જા સ્ત્રોતોથી ભરપૂર ઉર્જા પ્રાપ્ત કરીને તેને સંરક્ષિત કરવા અને પછી તેને યથાસમય અને યથાસ્થાન ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે.  જેને આ ભેદને જાણી લીધો તે નિષ્ફળ રહી જ શકતો નથી. સૂર્ય, ઉર્જા, પૃથ્વીની ચુંબકીય શક્તિ, ભૂગર્ભીય ઉર્જા, વાયુમંડળ વર્ટિકલ વેબ્જ, ઘર્ષણ અને ગતિના નિયમ બધાનો પ્રચુર ઉપયોગ કરીને યોગ્ય સરેરાશમાં તેના પ્રયોગની વ્યવસ્થા કરવામાં આવે છે. 
 
મુખ્ય સંરચનાઓ - ભૂખંડના ઉત્તર અને પૂર્વ ભાગમાં જોઈએ તેટલુ ખુલ્લુ સ્થાન છોડો. ઉત્તર અને ઈશાન ખૂણામાં ભારે નિર્માણ કરવાથી સંસ્થા કે ફેક્ટરીના નાણાકીય પ્રબંધ બગડી જાય છે. જો અગ્રિકોણનુ ભારે નિર્માણ કરીને અસંતુલિત કરી દેશે તો શ્રમિકોથી સંબંધિત સમસ્યાઓ ઉભી થશે. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં નિર્માણ ભારે કરશો તો ઉદ્યોગમાં સફળતાની શક્યતા વધી જાય છે. દક્ષિણ-પશ્ચિમ ભાગ, નેઋત્ય કોણમાં ભારે નિર્માણ શુભ પરિણામ આપે છે. દક્ષિણનુ નિર્માણ ઉત્તરથી ભારે હોય અને પશ્ચિમનુ નિર્માણ પૂર્વથી ભારે હોય તો શુભ રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mirror પણ લાવે છે બેડ લક , જાણૉ કેટલાક ટિપ્સ જે વધારશે તમારો ગુડ લક