rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: ઘર બનાવતી વખતે આવતી પૈસાની કમીને કરો દૂર

Vastu Tips:
, શુક્રવાર, 17 જૂન 2016 (18:07 IST)
1 ધ્યાન રાખો જો તમારો પ્લોટ પૂર્વમુખી હોય તો પૂર્વ ઈશાનમાં, દક્ષિણમુખી છે તો દક્ષિણ અગ્નેયમાં, પશ્ચિમમુખી છે તો પશ્ચિમ વાયવ્યમં અને ઉત્તરમુહી હોય તો ઉત્તર ઈશાનમાં મુખ્યદ્વાર મુકીને ભવન નિર્માણ કરો. જો પૂર્વમાં પૂર્વ અગ્નેય, દક્ષિણમાં દક્ષિણ નૈઋત્ય, પશ્ચિમમાં પશ્ચિમ નૈઋત્ય અને ઉત્તરમાં ઉત્તર વાયવ્યમાં મુકવો મજબૂરી હોય તો આવી સ્થિતિમાં પ્લોટને છોડી દેવો જ સમજદારી છે. કારણ કે આ સ્થાન પર મુખ્યદ્વાર હોય તો વાસ્તુમુજબ મકાનનું નિર્માણ થઈ શકતુ જ નથી. 
 
2. પ્લોટ  પર પૂજા પછી સૌ પ્રથમ ભૂમિગત પાણીની ટાંકી અને ત્યારબાદ સોક પીટ, ચેમ્બર વગેરે બનાવો તેનાથી મકાન નિર્માણમાં પૈસાની સમ્સ્યા નથી આવતી. પ્રભુની કૃપાથી ક્યાકથી પણ વ્યવસ્થા થઈ જાય છે. તેમા ભરેલ પાણીને ભવન નિર્માણ દરમિયાન ઉપયોગમાં લો. બધા પ્રકારની ટૈંકની સાઈઝ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ 4, 6, 8, 10, 11  ફીટ આકારમાં મુકી શકો છો. ધ્યાન રાખો આ માપ તૈયાર ટાંકીની અંદરનુ છે.  જેવુ કે  4’x6’x6’, 6’x6’x6’, 4’x10’x8’  સાથે જ આ પણ ધ્યાન રાખો કે બધા પ્રકારની ટૈંકની ઉપરનો સ્લેબ તેની પાસેની જમીનના લેવલ બરાબર હોવો જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં ટૈંક પાસેનુ લેવલ જમીનના લેવલથી ઊંચુ ન હોવુ જોઈએ અને તેમા લાગેલા પાઈપ પણ જમીનની અંદર જ રહે. 
 
3. મકાનનુ આંગણુ, વરંડો દરેક રૂમ, ટૉયલેટ બાથરૂમ સહિત વગેરેના ફર્શનુ લેવલ એ રીતે મુકો કે સાફ-સફાઈ દરમિયાન વહેનારુ જળ દક્ષિણ, પશ્ચિમ અને નૈઋત્યથી ઈશાન, ઉત્તર કે પૂર્વ તરફ વહે.  ફર્શ સમતલ રાખો જેથી એવુ ન બને કે ભવિષ્યમાં રોડનુ વારેઘડીએ ડામરીકરણ થવાથી રોડ ઊંચો થઈ જાય અને પ્લોટ અને ઘર નીચુ થઈ જાય. 
 
4. ટોયલેટનુ પાણી બહારના રૂમમાં ન આવે આ માટે રૂમ અને ટોયલેટના દરવાજા પર લગભગ 2 ઈંચ પહોળી પત્થરની પટ્ટી લગાવી દો. 
 
5. જો રોડ પાક્કો હોય તો પ્લોટની જમીનનુ લેવલ ઓછામાં ઓછુ 1 ફીટ ઊંચુ રાખો અને કાચો હોય તો 2 ફીટ ઊંચુ રાકો અને ભવનનુ લેવલ પ્લાટના લેવલથી ઓછામાં ઓછુ દોઢ ફીટ ઊંચુ રાખો અને જો બેસમેંટ બનાવો તો અઢીથી ત્રણ ફીટ ઊંચુ રાખો. 
 
6. પ્લોટના ખુલ્લા ભાગ અને અગાસીનુ વરસાદી પાણી ઉત્તર દિશા, પૂર્વ દિશા કે ઈશાન ખૂણાથી બહાર નીકળવુ જોઈએ. 
 
7. બેડરૂમ, હોલ, કિચન, ટૉયલેટ વગેરે બધા સ્થાન પર ક્રોસ વેંટિલેશન માટે રોશનદાન જરૂર મુકો. સાથે જ જરૂર મુજબ બારીઓ પણ લગાવો. શક્ય હોય તો ટૉયલેટમાં એક્ઝાસ્ટ ફેન જરૂર લગાવો. 
 
8. દરવાજા અને બારીઓના વરસાદના પાણીથી બચવા માટે દોઢ-બે ફીટનો છજ્જો બહાર કાઢી શકાય છે. છજ્જો વધારવાથી કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ ઉત્પન્ન થતો નથી. 
 
9. ટૉયલેટ અને બાથરૂમમાં સામાન મુકવા માટે અભરાઈ ન બનાવવી જોઈએ. ટૉયલેટ અને બાથરૂમની છતની ઊંચાઈ ઘરની બાકીની છત જેવી જ મુકો. 
 
10. ધ્યાન રાખો કોઈપણ રૂમ, ટૉયલેટ, બાથરૂમ પર અભરાઈ ન બનાવશો. દીવાલ સીધી રાખો. ફક્ત સ્ટોર અને કિચનમાં જ દક્ષિણ અને પશ્ચિમ દીવાલ પર બે ફીટની અભરાઈ બનાવો.  
 
11. જો પ્લોટમાં જગ્યા હોય તો દક્ષિણ-પશ્ચિમ દિશા સ્થિત કંમ્પાઉંડવોલની અંદર તેમજ બહાર ઝાડ લગાવી દો. જે ભવિષ્યમાં જઈને વાસ્તુનુકૂળતાને વધારવામાં અત્યાધિક સહાયક રહેશે. ઉત્તર અને પૂર્વ દિશામાં ફક્ત લોન બનાવી શકાય છે. ધ્યાન રાખો કે ઉત્તર અને પૂર્વ દિશામાં એવો કોઈ પણ છોડ ન લગાવો જે કંમ્પાઉડ વૉલની ઉપર જાય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લક્ષ્મી કૃપા માટે પર્સમાં કેવી વસ્તુઓ રાખશો કેવી નહી ?