Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

Video- ધન સંબંધી અવરોધો દૂર કરનારી વાસ્તુની 7 ટિપ્સ, દરેક માટે છે લાભકારી

વાસ્તુ  ટિપ્સ
, ગુરુવાર, 20 જુલાઈ 2017 (18:07 IST)
વાસ્તુ વિજ્ઞાનના મુજબ ધન સંબંધી પરેશાનીઓનુ કારણ મોટાભાગે તમારા ઘરમાં જ રહેલુ છે. જેની મોટાભાગે આપણે ધ્યાનમાં લેતા નથી. જો તમે કેટલીક વાતોનુ ધ્યાન રાખો તો તમારા ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે અને ધન વૃદ્ધિમાં સહાયક હોય છે. 
 
બેડરૂમની બારીઓમાં ક્રિસ્ટલ લગાવો.  તેને અથડાઈને જે રોશની ઘરમાં આવે છે તે નકારાત્મક ઉર્જા લાવે છે જે તમને સ્વસ્થ્ય અને ઉર્જાવાન બનાવે છે. તેનાથી તમે તમારી ઉર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં કરીને લાભ મેળવી શકો છો. 
 
એક દર્પણ એ રીતે લગાવો કે તેનુ પ્રતિબિંબ તિજોરી અને ધન રાખવાના સ્થાન પર હોય. આ ખર્ચને ઘટાડવામાં સહાયક માનવામાં આવે છે.  તેનાથી સંચય ધન વધે છે. 
 
તમારા ઘરની છત પર કે ચાર દિવાલની અંદર એક વાસણમાં પાણી અને અનાજ મુકો જેનાથી પક્ષીઓને ભોજન પાણી મળે. વાસ્તુ વિજ્ઞાન મુજબ પક્ષી પોતાની સાથે સકારાત્મક ઉર્જા લાવે છે. જેનાથી ધન સંબંધી અવરોધો અને ગૂંચવણો દૂર થાય છે. 
 
આવકમાં વારેઘડીએ અવરોધ આવી રહ્યો છે કે મહેનતના મુજબ ધન લાભ નથી મળી રહ્યો તો તમારા બેડરૂમ કે ઘરની અંદર ડાબી બાજુના ખૂણામાં ભારે વસ્તુ મુકો. 
 
ઘરમાં એક એક્વેરિયમ મુકો જેમાં કાળા અને સોનેરી રંગની માછલી મુકો. આ નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને વધારવાનુ કામ કરે છે. 
 
ઘરના મુખ્ય દ્વારને હંમેશા સાફ રાખો અને તેની આસપાસની દિવાલો પર રંગ કરાવતા રહો. 
 
તમારા ઘરની આસપાસ નાળુ કે બોરિંગ હોય તો ઘરના ઉત્તર પૂર્વ દિવાલ પર ગણેશજીની તસ્વીર લગાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO - તમારુ આજનુ રાશિફળ અને રાશિ મુજબ ઉપાય