Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips - સુખ શાંતિ માટે ઘરમાં આટલી વાતોનુ રાખો ધ્યાન

Vastu Tips -  સુખ શાંતિ માટે ઘરમાં આટલી વાતોનુ રાખો ધ્યાન
, શનિવાર, 12 જાન્યુઆરી 2019 (17:25 IST)
વાસ્તુશાસ્ત્ર કહે છે કે કોઈ પણ નવા ફ્લેટ મકાન કે બંગલામાં પેંટિંગ અને કોઈ કલાકૃતિને સમજ્યા વિચાર્યા વગર ન લગાવો.
 
- ઘરમાં સોનેરી અને મનગમતા પશુ-પક્ષીઓની ચિત્રકારી લગાવવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને ઘનનું આગમન થાય છે. બીજી બાજુ યુદ્ધના ચિત્રો અને ઘેરા રંગની કલાકૃતિયો તણાવ વધારી પણ શકે છે. 
 
- પ્રેરણાદાયી, સુંદર અને સૌમ્ય ચિત્ર અને આકૃતિયોની પેટિંગ કે લીલો રંગ લડાઈ-ઝગડાને રોકનારા અને ગુલાબી તેમજ સફેદ રંગ શુભદાયક, જાંબુડી રંગ સન્માન અપાવનારો રંગ માનવામાં આવે છે. 
 
- ઘરમાં રામાયણ અને મહાભારતના ડરાવનારા યુદ્ધના ચિત્ર, ભયાનક રાક્ષસ, રડતા ચિત્કારતા નાના બાળકોના ચિત્ર અશુભ અને પીડા આપનારા હોય છે. 
 
- સોનેરી પાંદડા, ઝાડ છોડ પોપટ મેના સાગર અને વહેતી નદીઓના ચિત્ર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મંગળકારી માનવામાં આવ્યા છે. 
 
- હિંસક જાનવરો અને વિશ્વકારી જીવ જંતુઓ જેવા કે વાઘ, સાંપ વીંછી વગેરેના ચિત્ર મનને અશાંત અને ઘરને અમંગળકારી બનાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યોતિષશાસ્ત્ર- ચા પીતા સમયે ધ્યાન રાખવી જોઈએ આ પાંચ વાત