Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં કરશો આ ફેરફાર તો બનશો કરોડપતિ

ઘરમાં કરશો આ ફેરફાર તો બનશો કરોડપતિ
, શનિવાર, 12 મે 2018 (11:47 IST)
અનેકવાર કેટલાક લોકો વધુ મહેનત કરવા પર પણ પોતાના જીવનમાં સફળતા મેળવી શકતા નથી.  જેને કારણે તેમના જીવનમાં અસમતા અને ગરીબી કાયમ રહે છે.  તો જો તમે પણ એ લોકોમાંથી છો જે પોતાના જેવનમાં વધુ મહેનત કરવા છતા પણ નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે તો હવે તમને પરેશાન થવાની જરૂર નથી.  કારણ કે અમે તમારે માટે વાસ્તુના કેટલાક એવા ઉપાય લઈને આવ્યા છે જેને જીવનમાં અપનાવવાથી કોઈપણ વ્યક્તિ પોતાના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે. 
webdunia
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર પૂર્વ દિશા ધનની દિશા માનવામાં આવે છે. એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો કે જે ઘરમાં આ દિશામાં ભારે સામાન કે ગંદકી રહે છે તે ઘર હંમેશા આર્થિક પરેશાનીઓનો સામનો કરતુ રહે છે.  સાથે જ ઘરમાં પૈસાની તંગી પણ રહે છે. ઉત્તર પૂર્વની જેમ ઉત્તર-પશ્ચિમ દિશા પણ ધન આગમન માટે લાભકારી છે. જો આ દિશામાં દરેક સમય અંધારુ હોય તો પરિવારમાં પરસ્પર મતભેદ વધે છે અને ધનની કમી રહે છે. 
 
જો તમારા ઘરમાં દક્ષિણ દિશા તરફ તિજોરી અથવા દરવાજો છે તો આ સારો સંકેત નથી. આવુ થવાથી ઘરમાં પૈસા આયુ ઘટી જાય છે એટલે કે આવા ઘરમાં પૈસા ટકતા નથી.   જો તમને આ દોષથી બચવુ છે તો લાલ રંગના રિબનમાં ત્રણ સિક્કા બાંધીને ટાંગી દો. 
webdunia
આ જ રીતે જે ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં રસોડુ હોય છે એ ઘરમાં આર્થિક તંગી રહે છે. પશ્ચિમ કે દક્ષિણ પૂર્વમાં રસોડુ હોય તો ધન-ધાન્યમાં વધારો થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 12/05/2018