Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિના સારા આરોગ્ય માટે મહિલાઓએ રોજ સવારે કરે આ કામ

પતિના સારા આરોગ્ય માટે મહિલાઓએ રોજ સવારે કરે આ કામ
, શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (18:42 IST)
આજે પણ ભારતની મોટાભાગની સ્ત્રીઓ નોન-વર્કિંગ છે અને ઘરનુ કામકાજ સાચવે છે.  આમ તો ઘરનુ કામ સાચવવુ એ પણ એક ખૂબ મોટુ કામ છે. પણ છતા પણ જે મહિલાઓ કામ નથી કરી રહી અને ઘર સાચવી રહી છે.   તેમણે કેટલાક એવા કામ કરવા જોઈએ જેનાથી પતિના કાર્યમાં બરકત આવે. 
 
તો આવો જાણીએ અમારા જ્યોતિષ મુજબ પતિની આવક વધારવા માટે મહિલાઓએ કયા કામ કરવા જોઈએ 
 
સૌથી પ્રથમ કાર્ય છે દક્ષિણ દિશામાં લગાવો લાલ પડદા 
 
જો તમારા ઘરની દક્ષિણમાં કશુ વધુ ચેંજ ન કરી શકતા હોય તો અહી ડાર્ક લાલ રંગનો પડદો લગાવો. સાથે જ પડદાંની કિનારો પર ઘુંઘરુ બાંધો. તેનાથી મંગલ સ્ટ્રોંગ થશે અને પતિનો પોગ્રેસ થશે. 
 
ચમેલીના તેલનો દિવો - સાંજના સમયે ચમેલીના તેલનો દિવો દક્ષિણ દિશામાં લગાવો. આ દિશામાં એક લાલ રંગનો બલ્બ લગાવો.  તેનાથી પતિનો બિઝનેસ વધશે. 
 
સાત ઘોડાની તસ્વીર 
 
સાત ઘોડાની તસ્વીર દક્ષિણ દિશામાં ક્યારેય ન લગાવશો.  તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો.  જેનાથી તમારા પતિનો પોગ્રેસ થઈ શકે. 
 
ઉત્તર પૂર્વ દિશા 
 
ઘરના મંદિરને હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં મુકો.  સાથે જ એક પીપળના પાત્રમાં પાણી ભરીને મંદિરમાં મુકો.  સાંજના સમયે પૂજા કરવા સાથે પાણીથી પણ આરતી ઉતારો અને એ પાણીનો છંટકાવ આખા ઘરમાં કરો.  તમારા અને તમારા પતિનુ આરોગ્ય સારુ રહેશે. 
 
વાસ્તુદોષ દૂર કરવા માટે શુ કરો 
 
દક્ષિણ દિશામાં વાસ્તુદોષ છે તો રાતરતુલાનુ પિરામિડ મુકો.  સાથે જ લાલ રંગનો બલ્બ આ દિશામાં પ્રગટાવો. જેનાથી વાસ્તુદોષ દૂર થઈ જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તંત્ર મંત્ર ટોટકે - તંત્ર મુજબ લીંબુ અને લવિંગના ટોટકા દ્વારા જીવનની અનેક સમસ્યાઓને એક ઝટકામાં દૂર