Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: ઘરની આ દિશામાં પાણીથી ભરેલી સુરાહી મુકવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી, પૈસો ખેંચી લાવે છે

direction for Mud Pot in house
, મંગળવાર, 16 મે 2023 (00:50 IST)
direction for Mud Pot in house
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે વાત કરીશુ સુરાહી વિશે. કદાચ તમે સાંભળ્યુ હશે. ન સાંભળ્યુ હોય તો કોઈ વાંધો નહી અમે બતાવી દઈએ છીએ. સુરાહી મતલબ પાણી ભરવાના ઉપયોગમાં લેવાતુ માટીનુ વાસણ.  ગામમાં આજે પણ ગરમીમાં પાણી ઠંડુ કરવા માટે સુરાહી કે પછી માટલાનો જ ઉપયોગ કરવામાં આવે છે.  પરંતુ આજકાલ તેનુ સ્થાન ફ્રિજમાં મુકેલી પાણીની બોટલોએ લઈ લીધુ છે.  
 
આજકાલના બાળકો માટીના વાસણનુ પાણી પીવુ પસંદ કરતા નથી. ભલે તમને સુરાહીનુ પાણી પીવુ પસંદ ન હોય પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ પાણીથી ભરેલી એક સુરાહી ઘરમાં જરૂર મુકવી જોઈએ.  ઘરમાં પાણી ભરેલી સુરાહી મુકવાથી ધનની ક્યારેય કમી નથી થતી. સુરાહી ન મળે તો માટીનો નાનકડો ઘડો મુકવો પણ લાભદાયક હોય છે. 
 
ઘડો કે સુરાહી મુકવાની યોગ્ય દિશા 
 
 આ વાતનુ ધ્યાન રાખો કે સુરાહીમાં હંમેશા પાણી ભરેલુ હોવુ જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ માટીનો ઘડો કે સુરાહી મુકવા માટે ઉત્તર દિશાની પસંદગી કરવી જોઈએ. કારણ કે ઉત્તર દિશાને જળના દિવતાની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં સુરાહી મુકવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે સાથે જ ક્યારેય ધનની કમી થતી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાસ્તુ ટિપ્સ - ભૂલથી પણ પર્સમાં ન મુકશો આ એક વસ્તુ, નહી તો આખુ જીવન રહેશો કંગાલ