વાસ્તુ ટિપ્સ - ઘરમાં ગુડલક લાવશે આ 5 વસ્તુઓ

ગુરુવાર, 25 જુલાઈ 2019 (11:50 IST)
મિત્રો ઘણી વાર સારી કમાણી કરવા છતા ઘરમાં પૈસો ટકતો નથી. કે પછી ઘરમાં લડાઈ ઝગડો થયા કરે છે.  શુ તમારા ઘરમાં પણ આવુ જ કંઈક થાય છે ? તો આપ ટેંશન ન કરશો.  કારણ કે આજે અમે તમને એવી વસ્તુઓ વિશે બતાવીશુ જે તમારા ઘરમાં ગુડલક લાવશે અને આ બધી પરેશાનીઓ પણ દૂર કરશે. તો ચાલો જાણીએ ગુડલક લાવવા માટે તમારા ઘર્માં કયો કયો સામાન મુકવાનો છે. 
 
વોટર ફાઉંટેન - નળમાંથી પાણી વહેવુ ઘર માટે સારુ નથી હોતુ પણ રોટેશન ઑફ વૉટર ઘર માટે લાભકારી હોય છે.  આ માટે તમે ઘરમાં વૉટર ફાઉંટેન લગાવી શકો છો. તેને ઉત્તર, ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશામાં મુકો.  તેનાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. 
 
બીજી વસ્તુ છે નેચરલ પ્લાંટ - મની પ્લાંટ અને બૈબૂ પ્લાંડ પણ ઘરમાં ગુડલક લાવે છે.  તેને ઘરની પૂર્વ દિશા.. દક્ષિણ  પૂર્વ કે દક્ષિણમાં મુકો.. આવુ કરવાથી પૈસાની સમસ્યા દૂર થવા ઉપરાંત ઘરમાં સુખ શાંતિ પણ આવશે. 
 
ગુડલક માટેની ત્રીજી વસ્તુ છે ઘનવંતરી 
 
મિત્રો આપ વિચારી રહ્યા હશો કે ભગવાન ઘનવંતરી કોણ છે. .. જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યુ હતુ તો તેમાથી ભગવાન ઘનવંતરી કળશ લઈને નીકળ્યા હતા. આ જ કારણ છે કે તેમને ઘરમાં મુકવાથી બીમારીઓ, આર્થિક પરેશાનીઓ અને ક્લેશ ઝગડા દૂર થાય છે.  તેમની તસ્વીર ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં જ મુકો. હા પણ તેમની સામે પાણીથી ભરેલુ ચાંદી કે તાંબાનુ કળશ મુકવુ ભૂલશો નહી. 
 
ચોથી ગુડલક વસ્તુ છે લાલ રંગ 
 
હવે આ માટે જરૂરી નથી કે તમારે ઘરની દીવાલોને લાલ રંગ કરાવો.. તેને બદલે તમે લાલ રંગન કોઈ શો પીસ .. ફ્લાવર પોટ કે અન્ય કોઈ વસ્તુ દક્ષિણ દિશામાં લગાવો. લાલ કલરના શો પીસને બદલે તમે લાલ ફુલોની સુગંધનો છંટકાવ આ દિશામાં કરી શકો છો.. તેના પણ ઘરમાં ગુડલક આવે છે. 
 
અને 5 મી ગુડલક વસ્તુ છે ઘડિયાળ 
 
ઘડિયાળ તો આપણા સૌના ઘરમાં હોય જ છે.  પણ તેને યોગ્ય દિશામાં મુકવી ખૂબ જરૂરી છે. કારણ કે મિત્રો સમય બળવાન છે. સારો સમય ખરાબ સમય ઈશ્વરના હાથમાં છે પણ વાસ્તુ મુજબ આપણે ઓછામાં ઓછી ઘડિયાળ પ્રત્યે તો સાવધાની રાખી જ શકીએ છીએ.  આ માટે પશ્ચિમ દિશામાં મેટલની ઘડિયાળ જરૂર મુકો. આવુ કરવાથી તમારા ઘરમાં ગુડલક આવવાની સાથે સાથે તમારા વ્યવસાય આગળ વધવાના રસ્તા પણ ખુલી જશે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુરૂવારનું રાશિફળ - કઈ રાશિઓને મળશે સિતારોના સાથ