Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ભૂલોના લીધે ઘરમાં થતો નથી લક્ષ્મીનો વાસ! થાય છે પૈસાની બરબાદી

આ ભૂલોના લીધે ઘરમાં થતો નથી લક્ષ્મીનો વાસ! થાય છે પૈસાની બરબાદી
, ગુરુવાર, 31 માર્ચ 2022 (09:06 IST)
ધનવાન બનવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે વ્યક્તિ પોતાના તરફથી સખત મહેનત પણ કરે છે, પરંતુ કેટલીકવાર તેનાથી આર્થિક જીવનમાં સમૃદ્ધિ આવતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં એક નાની ભૂલ પણ સુખ-શાંતિ પર અસર કરે છે. વાસ્તુની આ ભૂલોને કારણે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે. પરિણામે આર્થિક નુકસાન થાય છે. ચાલો જાણીએ વાસ્તુની તે ભૂલો વિશે.
 
આ ભૂલોને કારણે થતી નથી બરકત
વાસ્તુશાસ્ત્ર અનુસાર, દિવાલ પર બંધ પડેલી ઘડિયાળથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં ક્યારેય બંધ કે તૂટેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. આ સિવાય ટેબલ પર પડેલી ઘડિયાળથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. એવામાં તેને તાત્કાલિક સુધારો કરવો જોઇએ. 
 
- સૂકા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે ઘરમાં સૂકા છોડ ન હોવા જોઈએ.
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નળમાંથી ટપકતું પાણી, પાઇપમાંથી વહેતું પાણી અથવા બિનજરૂરી પાણીનો બગાડ વાસ્તુ દોષ પેદા કરે છે. આવા વાસ્તુ દોષોને કારણે ધનનો વ્યય થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ઘરને સ્વચ્છ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે. બીજી તરફ ઘરને ગંદુ રાખવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. આર્થિક નુકશાન પણ થાય છે.
 
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

31 માર્ચનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોએ સાવધ રહેવુ પડશે