Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વસંત પંચમી - વસંત પંચમી પર રાશિ મુજબ કરો આ ઉપાય મા સરસ્વતી થશે ખુશ

વસંત પંચમી - વસંત પંચમી પર રાશિ મુજબ કરો આ ઉપાય મા સરસ્વતી થશે ખુશ
, શનિવાર, 9 ફેબ્રુઆરી 2019 (18:18 IST)
આ વર્ષે વસંત પંચમી 10 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે.  વસંત પંચમીના દિવએ મા સરસ્વતીનુ પૂજન કરી જ્ઞાન અને પ્રતિભાનુ વરદાન માંગવામાં આવે છે. આ દિવસે કલા અને જ્ઞાન સાથે જોડાયેલ બધા લોકો માટે વિશેષ હોય છે.  વસંત પંચમી પર રાશિ મુજબ કેટલાક ઉપાય કરીને મા સરસ્વતીને ખુશ કરી શકાય છે અને મનપસંદ ફળ પ્રાપ્ત કરી શકાય છે. 
 
મેષ -  વિદ્યા અને બુદ્ધિ માટે મા સરસ્વતી સાથે શ્રીરામના અનનય ભક્ત હનુમાનજીની પૂજા કરો. તેમને ડાબા પગથી સિંદૂર લઈને તિલક કરો 
 
વૃષભ - આમલાના 22 પાન લઈને તેમાથી 11 મા સરસ્વતીને ચઢાવો અને બાકીના પાન તમારી પાસે રાખો. આ પ્રયોગથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. 
 
મિથુન - વિદ્યા અને બુદ્ધિ માટે ભગવાન ગણેશજીને 21 દુર્વા ચઢાવો 
 
કર્ક -  સફળતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાની દેવી મા સરસ્વતીને કેરીના ફુલ (બોર) ચઢાવવા જોઈએ 
 
સિહ  - આ વસંત પંચમીના તહેવાર પર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મા સરસ્વતીની કૃપા મળશે. 
 
કન્યા - કોઈ કન્યાને પુસ્તકો અને સ્ટેશનરી દાન કરો. તેનાથી મા સરસ્વતી પ્રસન્ન થઈને વિશેષ ફળ આપશે. 
 
તુલા  - કોઈ બ્રાહ્મણ કન્યાને સફેદ વસ્ત્રનુ દાન આપો. તેનાથી સફળતા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. 
 
વૃશ્ચિક - આ રાશિના વિદ્યાર્થી સફેદ ફુલોથી મા સરસ્વતીની પૂજા કરશો તો લાભ પ્રાપ્ત થશે. 
 
ધનુ  સફળતા મેળવવા માટે દેવી સરસ્વતીને સફેદ ચંદન ચઢાવવુ જોઈએ. 
 
મકર -સૂર્યોદય પહેલા બ્રાહ્મી ઔષદીનુ સેવન કરવાથી આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં સફળતા  પ્રાપ્ત થશે. 
 
કુભ - કુંભ રાશિના વિદ્યાર્થી સરસ્વતી પૂજન કરી કન્યાઓને ખીરનો પ્રસાદ આપે. 
 
મીન - મીન રાશિવાળા વસંત પંચમી પર વિધારા કે અપામાર્ગની જડ જમણી ભુજા પર બાંધે. તેનાથી સફળતા પ્રાપ્ત થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વસંત પંચમી પર બનાવો કેસરિયા ભાત