Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેલેન્ટાઈન વિશેષ - વેલેન્ટાઈન ગિફ્ટ શુ આપશો ?

વેલેન્ટાઈન વિશેષ - વેલેન્ટાઈન ગિફ્ટ શુ આપશો ?
, બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (14:53 IST)
વેલેન્ટાઇન્સ વીકમાં ચોતરફ ગિફ્ટની ભરમાર જોવા મળી રહી છે. પણ જો તમે તમારા લવરને કંઇક ખાસ આપવા ઇચ્છો છો તો પર્સનલાઇઝ્ડ ગિફ્ટથી ઉત્તમ ઓપ્શન બીજો કોઇ નથી. આ રીતે તમે તમારા પાર્ટનરને 'કંઇક ખાસ' હોવાનો અહેસાસ કરાવી શકશો. આવી પર્સનલાઇઝ્ડ ગિફ્ટના ઓપ્શન વિષે જાણીએ...
લવ બર્ડ્સના સેન્ટીમેન્ટ્સને જોતા એવું કહી શકાય કે વેલેન્ટાઇન્સ ડેની ગિફ્ટ માત્ર ગિફ્ટ નથી હોતી. સ્વાભાવિક છે કે આવી ગિફ્ટ તમારી રિલેશનશિપને વધુ મજબૂત બનાવે છે. આવામાં જો તમે પર્સનલાઇઝ્ડ ગિફ્ટ આપશો તો ગિફ્ટનું મહત્વ બેવડાઇ જશે. પર્સનલાઇઝ્ડ ગિફ્ટમાં તમે તમારા લવરને કેલેન્ડર, મગ, ચોકલેટ બોક્સ, સીડી કવર, ફોટો આલ્બમ, ફ્રીઝ મેગ્નેટ અને વૉલપેપર્સમાંથી કંઇપણ આપી શકો છો.
webdunia
Valentine Day Gift Ideas
પર્સનલાઇઝ્ડ મગ ઇન ટ્રેન્ડ છે : વેલેન્ટાઇન્સ ગિફ્ટને પર્સનલ ટચ આપવા માટે કોફી મગ બહુ સારો અને સસ્તો ઓપ્શન છે. ખાસકરીને મોટાભાગના યંગસ્ટર્સની તે પહેલી પસંદ છે. મોટાભાગની ગિફ્ટ શોપમાં તેમજ કેટલાક ફોટો સ્ટુડિયોમાં પણ આ પ્રકારના મગ તૈયાર કરીને આપવામાં આવે છે. આવા મગ માત્ર તમે તમારા લવરને જ નહીં, મિત્રને, પતિ પત્નીને, માતા-પિતાને પણ ગિફ્ટ કરી શકો છો.
 
ફોટોબુકનો ક્રેઝ : આ સિવાય ટીશર્ટવાળા ટેડી બિયર્સની પણ ટીનેજર્સમાં ભારે ડિમાન્ડ છે. વાસ્તવમાં આવા ટેડીની ટીશર્ટ પર પર્સનલાઇઝ પિક્ચર, ગ્રાફિક્સ કે મેસેજ લખવામાં આવે છે. જોકે, આજકાલ તેના પર પ્રેમનો મેસેજ 'આઇ લવ યુ' વધુ લખાવામાં આવે છે. વાત કરીએ ફોટોબુકની તો તે તમને એ 4 સાઇઝની બુકમાં મળી રહે છે. આવી ફોટોબુક બનાવનાર પાસે તમે ફોટો લઇને જશો તો તેઓ તમને 48 કલાકની અંદર ફોટોબુક તૈયાર કરીને આપશે. તેના પર તમે ઇચ્છો તો લવ મેસેજ પણ લખાવી શકો છો.
 
હોલિડે કેલેન્ડર : જો તમે તમારા લવર સાથે ક્યાંક હોલિડે મનાવવા ગયા હતા તો ત્યાંના પિક્ચર્સનું કેલેન્ડર બનાવડાવીને આપી શકો છો. આજકાલ કપલ્સમાં પોતાના ગ્રુપમાં હોલિડે પર જવાનો ટ્રેન્ડ ખાસ્સો છે. તમે તમારા લવર સાથેના મગનગમતા પિક્ચર્સ સિલેક્ટ કરીને તેનું કેલેન્ડર બનાવડાવી શકો છો. આ વેલેન્ટાઇન્સ ડે પર તેને તમારી આ ગિફ્ટ અચૂક પસંદ પડશે.
 
રૂમ વૉલ પર પ્રેમ : આ સિવાય તમે પર્સનલાઇઝ્ડ કુશન અને વૉલપેપરનો પ્રયોગ પણ કરી શકશો. તમારો/તમારી લવર તમે પ્રેમથી આપેલી આ ગિફ્ટને પોતાના રૂમમાં રાખી સતત તેની નજીક રહી તમારા પ્રેમનો અહેસાસ કરી શકશે. આ રીતે તમારી વચ્ચે નિકટતા પણ વધશે. વેલેન્ટાઇન્સ ડે નિમિતે તમે આપેલી આ ગિફ્ટ તેમના માટે સરપ્રાઇઝ બની રહેશે.
 
ગેઝેટ્સને સજાવો : તમે તમારા લવરના ગેઝેટ્સને પણ તેમની કે તમારી પસંદ અનુસાર પર્સનલ ટચ આપી શકો છો. ખાસકરીને આજકાલ બ્લેકબેરી, આઈફોનના કેસને પર્સનલાઇઝ કરાવવાનો ટ્રેન્ડ હિટ છે. આ ફોનના કેસીસ પર ગ્રાફિક કે એસએમએમ પ્રિન્ટ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, લેપટોપની સ્ક્રિનને પણ મનપસંદ રંગ કરાવવાનો ટ્રેન્ડ પણ ક્લાસ યુથમાં આજકાલ હોટ છે. આ સાથે આજકાલ આઈપેડ 2ના કવરને પણ પર્સનલ ટચ આપવામાં આવે છે. આનું કવર મેગ્નેટિક હોય છે. જેની પર કાર્ટૂન, મેસેજ, ગ્રાફિક કે ફોટોગ્રાફ લગાવવાનું પણ યુથ પસંદ કરી રહ્યા છે.
 
તમારા બજેટમાં છે ગિફ્ટ્ : મજાની વાત એ છે કે ઉપરની મોટાભાગની તમામ ગિફ્ટ્સ લગભગ તમારા બજેટમાં જ છે. વેલેન્ટાઇન્સ ડે પર ડિનર જેટલો ખર્ચ કરવાનું જો તમે પ્લાન કરી રહ્યા હોવ તો તેનાથી પણ ઓછી કીમતમાં તમે પર્સનલાઇઝ્ડ ગિફ્ટ લઇ શકો છો. પર્સનલાઇઝ્ડ મગની કીમત જ્યાં 150 રૂપિયાથી લઇને 400 રૂપિયા સુધીની છે ત્યાં તમને 20 પેજવાળી ફોટોબુક 1500 રૂપિયા સુધીમાં મળી રહેશે. ટીશર્ટવાળું ટેડી બિયર 400 રૂપિયાથી લઇને 650 રૂપિયામાં મળશે. તો વૉલપેપર માટે તમારે 180 રૂપિયા પર સ્ક્વેર ફિટનો ખર્ચ કરવો પડશે. આઈફોન કે બ્લેકબેરીના કવર પર મેસેજ કે ફોટો નંખાવવા માટે તમારે 500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે જ્યારે આઈપેડ 2ના મેગ્નેટિક કવરને ગમતા રંગે રંગવા માટે 1000 રૂપિયાનો ખર્ચ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Periods Pain- પીરિયડ્સમાં પેટ દુ:ખે છે ? તો કરો આ કામ