Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

International Kite Festival - સીએમ રૂપાણીએ કરાવ્યો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

International Kite Festival - સીએમ રૂપાણીએ કરાવ્યો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ
, સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:14 IST)
ઉમંગના પર્યાય સમાન ઉત્તરાયણનું નામ પડતાં જ વિશ્વના કોઇપણ ખૂણે વસેલા ગુજરાતીને પોતિકાપણાનો અહેસાસ થાય નહીં તો જ નવાઇ. ઉત્તરાયણ પર્વને આડે હવે માત્ર સાત દિવસ બાકી છે ત્યારે અમદાવાદ ખાતે રવિવારથી 'ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ'નો પ્રારંભ પણ થયો છે. ૪૪ દેશના ૧૫૦ પતંગબાજો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહ્યા છે અને તેનું રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો ત્યારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'પતંગ એ મનુષ્યને આગળ વધવાની સાથે જ પ્રગતિનો અનેરો સંદેશ પણ આપી જાય છે.
webdunia

આ પતંગોત્સવ સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઉર્જાનો સંચાર પણ કરે છે. ઉત્તરાયણનું આ પર્વ પતંગ-દોરી, પવન-સૂર્યની જેમ એક-મેક સાથે મળીને આપણે દરેકને પતંગની જેમ નવી ઉંચાઇ આંબવાની પ્રેરણા આપે છે. 'પતંગ મહોત્સવામાં આ વખતે ભારતના ૧૮ રાજ્યના પતંગબાજો પણ ભાગ લઇ રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, 'પતંગ પર્વ રાજ્યની વિકાસ યાત્રા માટે સ્કાય ઇઝ ધ લિમિટનું ઉડાન પર્વ અને સામાજીક સમરસતાનું પર્વ બને. નવરાત્રિ-પતંગોત્સવે ગુજરાતની વૈશ્વિક ઓળખ ઉભી કરી છે. આ પર્વને એકતાપૂર્વક ઉલ્લાસથી મનાવીએ. અલબત્ત, પતંગોત્સવના આપણા ઉલ્લાસમાં નિર્દોષ પક્ષીઓને હાનિ પહોંચી નહીં તેની પણ તકેદારી રાખવાની છે.
webdunia

પતંગ મહોત્સવમાં આ વખતે 'ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત'નું થીમ પેવેલિયન, પતંગ બનાવવાનો વર્કશોપ, થ્રી-ડી સ્ટોલ્સ, સાહસિક પ્રવૃત્તિઓ, ફૂડ સ્ટોલ્સ, ક્રાફ્ટ બજાર પણ આકર્ષણનું કેન્દ્ર છે. પતંગ મહોત્સવથી રૃ. ૫૭૨ કરોડનું ટર્નઓવર પતંગ મહોત્સવથી ૨.૮૨ લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે તેમજ ૫૭૨ કરોડનું ટર્ન ઓવર થઇ રહ્યું છે તેવો પ્રવાસન્ મંત્રી ગણપત વસાવા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ વખતે અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં પતંગ મહોત્સવ ઉજવાશે. આ વર્ષે ૪૪ દેશના ૧૫૦થી વધુ, ૧૮ રાજ્યના ૨૦૦થી વધુ અને ગુજરાતના ૩૦૦ પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. 
webdunia

દર વર્ષની જેમ આ વખતે પણ અવનવા પતંગોએ આકર્ષણ જમાવ્યું છે. આ વખતે જે પતંગે આકર્ષણ જગાવવા ઉપરાંત હૃદયમાં લાગણીના તાર છંછેડયા હોય તેમાં કોઇ વિશિષ્ટ ટેક્નોલોજી નહોતી. પરંતુ તેમાં માત્ર એટલું જ લખવામાં આવ્યું હતું કે, 'પ્લીઝ રીલિઝ કુલભુષણ જાધવ'. ઉલ્લેખનીય છે કે, કુલભુષણ હાલ પાકિસ્તાનનની જેલમાં કેદ છે. આ ઉપરાંત ચાઇનિઝ ડ્રેગન, મલેશિયાના રિમોટથી ઉડતા પતંગે પણ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Photos - ભાજપ સરકારમાં શીત યુદ્ધ: કાઇટ ફેસ્ટિવલમાં નિતીન પટેલની સૂચક ગેરહાજરી