Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મકર સંક્રાંતિ - જીવનમાં Positive Effect માટે આજે જરૂર કરો આ ઉપાય

મકર સંક્રાંતિ - જીવનમાં Positive Effect માટે આજે જરૂર કરો આ ઉપાય
, શનિવાર, 14 જાન્યુઆરી 2017 (13:13 IST)
ભ્રહ ચક્રમાં સૂર્યને પિતા અને આત્માનો કારક માનવામાં આવે છે. સૌર્ય મંડળમાં સૂર્ય જ જીવનનુ કારણ છે.  પૃથ્વી પર ઋતુ અને વાતાવરણ અને વર્ષા અને જીવન ચક્રને સૂર્ય જ સંચાલિત કરે છે.  શાસ્ત્રોમાં સૂર્યના 12 સ્વરૂપોનુ વર્ણન કરવામાં આવ્યુ છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે અંશુમાન સ્વરૂપમાં પૂજવામાં આવે છે. આ જ દસમાં આદિત્ય છે સૂર્યનું દસમું સ્વરૂપ સંસારને વાયુ રૂપમાં પ્રાણ તત્વ આપીને દેહમાં વિરાજમાન રહે છે. 
 
અંશુમાનથી જ જીવન સજગ અને તેજપૂર્ણ રહે છે.  સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો વ્યક્તિના જીવનમાં પોઝીટીવ ઈફેક્ટ આવવા માંડે છે. કારણ કે આ સમયે સુપ્ત દેવતાઓમાં સૂર્ય પ્રાણ વાયુ બનીને જીવનને સંચાલિત કરે છે. 
 
મકર સંક્રાંતિ પર ભગવાન સૂર્યને અર્ધ્ય આપવાનુ ખાસ મહત્વ છે. લોકો આ દિવસે પવિત્ર સ્થાનો પર સ્નાન કરી સૂર્ય દેવને અર્ધ્ય આપે છે.   જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને રાજપક્ષ અર્થાત સરકારી ક્ષેત્ર અને અધિકારીઓના કારક ગ્રહ બતાવ્યા છે. વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોવાથી તેને સરકારી ક્ષેત્રમાં સફળતા અને અધિકારીઓ તરફથી સહયોગ મળે છે.   કેરિયર અને સામાજીક પ્રતિષ્ઠામાં ઉન્નતિ માટે પણ સૂર્યની અનુકૂળતા અનિવાર્ય માનવામાં આવી છે. 
 
એ ધ્યાન રહે કે સૂર્ય ભગવાનની આરાધનાનો સર્વોત્તમ સમય સવારનો સૂર્યોદય જ હોય છે. આદિત્ય હ્રદયનો નિયમિત પાઠ કરવાથી અને રવિવારે તેલ મીઠુ ન ખાવાથી અને એક જ સ્માયે ભોજન કરવાથી પણ સૂર્ય ભગવાનની કૃપા કાયમ બની રહે છે. 
 
આ મંત્રના જપાથી તમે ભગવાન સૂર્યની અપાર કૃપા મેળવી શકો છો. 
 
ૐ ઘૃણિ: સૂર્યાય નમ: 
મકર સંક્રાંતિ ઉપરાંત દર રવિવારે અને ઉતરાયણના દિવસે ઉપાય કરવો જોઈએ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આદિવાસી સમાજ દ્વારા ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણીનો અનોખો મહિમા