Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Union Budget 2023 in 10 Point : સામાન્ય માણસને રાહત, સપ્તઋષિ પ્રાથમિકતાઓ અને રહેઠાણ યોજના.. જાણો બજેટની 10 મોટી વાતો

budget in 10 point
, બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (15:30 IST)
નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં દેશનુ પાંચમુ કેન્દ્રીય બજેટ રજુ કર્યુ છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનુ અંતિમ પૂર્ણ બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સામાન્ય માણસને મોટી રાહત આપી છે. આ ઉપરાંત તેમણે પીએમ આવાસ યોજના પર પણ મોટી જાહેરત કરી છે. આવો જાણીએ બજેટની 10 મોટી વાતો.. 
 
 અમૃતકાળનુ પહેલુ બજેટ 
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યુ છે કે આ અમૃતકાળનુ પહેલુ બજેટ છે. આશા છે કે તેનાથી અગાઉના બજેટ દરમિયાન મુકવામાં આવેલો પાયો મજબૂત કરવામાં મદદ મળશે. અમે એવા સમગ્ર અને ખુશહાલ ભારતનુ દ્રષ્ટિકોણ રાખીએ છીએ જેમા વિકાસનો ફાયદો બધા વર્ગો સુધી પહોંચે. તેમણે કહ્યુ વર્તમાન વર્ષ માટે આપણી અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર 7% રહેવાનુ અનુમાન છે, આ દુનિયાની મોટી અર્થવ્યવસ્થામાં સૌથી વધુ છે. ભારતીય   અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે.  ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય માર્ગે છે અને ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. 
 
કૃષિ સાથે જોડાયેલ સ્ટાર્ટ અપને પ્રાથમિકતા 
નાણામંત્રીએ કહ્યુ, કૃષિ સાથે જોડાયેલ સ્ટાર્ટ અપને પ્રાથમિકતા આપવામાં આવશે. યુવા ઉદ્યમી દ્વારા કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ ત્વરક કોષની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત બજેટમાં કિસાન સમ્માન નિધિના હેઠળ 2.2 લાખ કરોડ આપવામાં આવ્યા. બીજી બાજુ કૃષ ઋણનુ લક્ષ્ય વધારીને 20 લાખ કરોડ કરવામાં આવ્યુ. નાણામંત્રીએ કહ્યુ મત્સ્ય સંપદાની નવી ઉપયોજનામાં 6000 કરોડનુ રોકાણ કરવામાં આવશે. 
 
બજેટની સપ્તઋષિ પ્રાથમિકતાઓ 
 
આ બજેટમાં સપ્તઋષિની જેમ સાત પ્રાથમિકતાઓ છે.
1. સમગ્ર વિકાસ 
2. અંતિમ મિલ સુધી પહોંચવુ 
3. ઈફ્રાસ્ટ્રક્ચર રોકાણ 
4.  ક્ષમતાને ઉજાગર કરવી 
5. હરિત વિકાસ 
 6. યુવા 
7. નાણાકીય ક્ષેત્ર 
 
રેલવે માટે અત્યાર સુધીની સૌથી મોટી જોગવાઈ 
 
2.40 લાખ કરોડની મૂડીગત જોગવાઈ રેલવે માટે કરવામાં આવી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી જોગવાઈ છે. આ 2013-14માં કરવામાં આવેલ વહેચણી કરતા નવ ગણી વધુ છે. ખાદ્યાન્ન અને બંદરગાહને જોડવાનુ વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. 50 વધુ એયરપોર્ટ, હેલિપેડ, વોટર એયરોડ્રામનુ નવીનીકરણ કરવામાં આવશે જેથી ક્ષેત્રીય કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપી શકાય.  

10 હજાર બાયો ઈનપૂટ રિસોર્સ સેંટર 
 
ગ્રીન ગ્રોથ હેઠળ નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યુ કે પર્યાવરણની દ્રષ્ટિએ આ લાઈફસ્ટાઈલ બદલવાનુ લક્ષ્ય છે.  2070 સુધી આપણે કાર્બન ઉત્સર્જન ઘટાડવાનુ છે. તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન કરવામાં આવ્યુ છે. તેનાથી અર્થવ્યવસ્થાને લો-કાર્બનમાં બદલવામા મદદ મળશે. ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામની શરૂઆત કરવામા આવશે. કંપનીઓ અને શહેરી નિગમોને તેનાથી પ્રોત્સાહન મળશે. આગામી ત્રણ્ણ વર્ષમાં અમે એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક રીતે ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરીશુ. 10 હજાર બાયો ઈનપૂટ રિસોર્સ સેંટર બનાવવામાં આવશે. 
 
પીએમ રહેઠાણ યોજનાની વહેચણી 66 ટકા વધારવામાં આવી 
 
નાણામંત્રીના બજેટ ભાષણમાં આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ. બજેટમાં પીએમ રહેઠાણ યોજના માટે વહેંચણીને 66% વધારીને 79,000 કરોડ કરવામાં આવી. અગાઉના બજેટમાં આ 48,000 કરોડ રૂપિયા હતી. 
 
કેવાઈસી પ્રક્રિયા રહેશે સરળ 
નાણામંત્રીએ કહ્યુ, કેવાઈસી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. બધી સરકારી એજંસીઓમા ડિઝિટલ સિસ્ટમ માટે  PAN ને સામાન્ય આઈડેંટિટિના રૂપમાં માન્યતા મળશે. તેનાથી વેપામાં ખૂબ સરળતા રહેશે. 
 
શુ થયુ મોંઘુ અને શુ થયુ સસ્તુ 
બજેટની જાહેરાતો મુજબ, કૈમરા લૈંસ, મોબાઈલ ફોન, ટીવી ઉત્પાદ અને ઈલેક્ટ્રિક વાહનોની બેટરી સસ્તી થશે. બીજી બાજુ સિગરેટ, સોના-ચાદી અને હીરા સાથે જોડાયેલ ઉત્પાદ મોંઘા પડશે. 
 
પાંચ લાખથી સાત લાખ આવકવેરની સીમા 
 બજેટની સૌથી મોટી ઘોષણાઓ મુજબ, ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહી આપવો પડે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદીઓને મળશે ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો, ટ્રાફિક પોલીસે તૈયાર કરી "રોડ ઇઝ" એપ્લિકેશન