અમદાવાદ ટ્રાફિક પોલીસે સિગ્નલ સિવાય કોઈને ટ્રાફિકમાં ના ઉભા રહેવું પડે તે માટે નિરાકરણ શોધ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા જ ગુગલ મેપમાં માહિતી આપવામાં આવશે અને ગૂગલ હવે જ્યાં ટ્રાફિક હશે ત્યાંના ફોટા બતાવીને ડાયવર્ઝન પણ આપશે.વાહન ચાલકને અગાઉથી ક્યાં ટ્રાફિક હોય તેની જાણ હોતી નથી. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી પહેલના કારણે અમદાવાદમાં વાહન ચલાવતા વાહન ચાલકોને બિનજરૂરી ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
કોઈ જગ્યાએ અકસ્માત થયો હોય, ખોદકામ ચાલુ હોય, રોડ રસ્તાનું સમારકામ ચાલુ હોય, વન વે કે ટુ વે રોડ કરેલો હોય, કોઈ પ્રસંગના કારણે ટ્રાફિક જામ હોય, રેલી, વરસાદ કે ખરાબ વાતવરણ આ તમામના કારણે જે ટ્રાફિક જામ થતો હોય તે હવે નહિ થાય.અમદાવાદ ટ્રાફિક પોલીસ તે સ્થળ પર પહોંચશે અને તરત જ તે જગ્યાના ફોટા, લોકેશન અને વોઇસ મેસેજ રોડ ઇઝ નામની એપ્લિકેશનમાં અપલોડ કરશે. રોડ ઇઝ એપ્લિકેશન દ્વારા ગૂગલ મેપમાં લાઈવ અપડેટ આપવામાં આવશે. જેના કારણે ગુગલ મેપમાં વાહન ચાલકોને આ માહિતી મળી જશે. તથા ગૂગલ મેપ વૈકલ્પીક માર્ગ પણ બતાવશે. જેથી લોકો તેનો ઉપયોગ કરી શકે. આ એપ્લિકેશનના કારણર ગૂગલ મેપથી જનાર લોકોને જગ્યાએ પહોંચ્યા બાદ નહિ પરંતુ પહોંચ્યા પહેલાં જ તે ખબર પડી જશે કે આ જગ્યાએ જવાથી ટ્રાફિક થઈ શકે છે.લેપ્ટોન નામની કંપનીના સહયોગથી અમદાવાદ ટ્રાફિક પોલીસે રોડ ઇઝ એપ્લિકેશન બનાવી છે. લેપ્ટોન કંપનીને ગૂગલ મેપ સાથે ટાઈઅપ છે. રોડ ઇઝ એપ્લિકેશન દ્વારા ગૂગલ મેપને રિયલ ટાઈમ અને લાઈવ વિગત મોકલવામાં આવશે. ગુગલ મેપ આ વિગત સતત અપડેટ કરતું રહેશે જેના કારણે વાહન ચાલકોને ફાયદો થશે. રોડ ઇઝ એપ્લિકેશનમાં ફોટા સાથે અપડેટ આપવાનું કામ અમડાવસદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે.આ એપ્લિકેશન માટે અત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનના 2-2 કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ કર્મચારીઓ તેમની સાથેના અન્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપશે. દરેક ટ્રાફિક પોલીસ જવાનના મોબાઈલમાં આ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરાવી લોગ ઇન કરવવામાં આવશે. પોતાના પોલીસ સ્ટેશન હદના વિસ્તારમાં જે પણ કામ ચાલતું હોય અથવા કોઈ બનાવ બન્યો હોય કર જેના કારણે ટ્રાફિક થઈ શકે તેમ હોય તો પોલીસકર્મીએ આ અંગે અપડેટ આપતા રહેવું પડશે.