Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2022 on App:આ એપ પર મેળવો બજેટ અપડેટ્સ, અહીં જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ

Budget 2022 on App:આ એપ પર મેળવો બજેટ અપડેટ્સ, અહીં જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ
, મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (11:02 IST)
આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દેશનું કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવા જઈ રહ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ પેપરલેસ રાખવામાં આવ્યું છે. કોવિડ રોગચાળાને કારણે દેશના લોકો જાણવા માંગે છે કે આ વર્ષના બજેટ મુજબ શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોને કેટલા પૈસા મળ્યા છે. જો તમે પણ બજેટ વિશે બોલવામાં આવતી લેટેસ્ટ બાબતો વિશે જાણવા માગો છો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. આજે અમે તમને એક એવી મોબાઈલ એપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ડાઉનલોડ કરીને તમારા ફોનમાં બજેટના તમામ અપડેટ મેળવી શકો છો.
 
આ એપ્લિકેશન પર મેળવો બજેટ અપડેટ્સ
અમે વાત કરી રહ્યા છીએ 'Union Budget Mobile App' વિશે, જેને ડાઉનલોડ કરીને તમે તમારા સ્માર્ટફોન પર બજેટ અપડેટ આરામથી વાંચી શકો છો. તમને જણાવી દઈએ કે સરકારે ગયા વર્ષે આ મોબાઈલ એપ લોન્ચ કરી હતી અને કેન્દ્રીય બજેટ 2022ના દસ્તાવેજો આ પ્લેટફોર્મ પર આરામથી જોઈ શકાય છે. સાંસદો અને સામાન્ય જનતા બંને આ એપનો ઉપયોગ કરી શકે છે.
 
અહીં શું-શું મળશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એપ પર તમને બજેટના તમામ અપડેટ્સ મળશે. જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરશે ત્યારે આ તમામ અપડેટ તમને એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એપ પર તમે બજેટ સ્પીચ, એન્યુઅલ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિબ્યુશન, ડીજી વગેરે સહિત 14 યુનિયન બજેટ દસ્તાવેજો ઍક્સેસ કરી શકશો. આ એપ પર તમે અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષાઓમાં કન્ટેન્ટ વાંચી શકો છો.
 
ડાઉનલોડ કરવાની રીત
યુનિયન બજેટ મોબાઇલ એપ એન્ડ્રોઇડ ફપનોસ અને આઇઓએસ ડિવાઇસ એટલે કે આઇફોન બંને પર કામ કરે છે. તમે તેને કેન્દ્રીય બજેટના વેબ પોર્ટલ, www.indiabudget.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. એટલું જ નહીં, જો તમે ઇચ્છો તો આ એપને તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર સર્ચ કરીને ડાઉનલોડ પણ કરી શકો છો.
 
ધ્યાનમાં રાખો, બજેટ આજે રજૂ કરવામાં આવશે, જેના પછી તરત જ તેની સાથે સંબંધિત તમામ માહિતી મોબાઇલ એપ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવશે? બજેટમાં થઇ શકે છે આ જાહેરાત