Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2022: કરોડો ખેડૂતોને સરકાર આપશે ભેટ ? વધી શકે છે PM Kisan Yojanaની રકમ

Budget 2022: કરોડો ખેડૂતોને સરકાર આપશે ભેટ ? વધી શકે છે  PM Kisan Yojanaની રકમ
, મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (10:33 IST)
Union Budget 2022, PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગે સામાન્ય બજેટ રજુ કરશે. ગરીબ જનતાથી લઈને અમીર વ્યક્તિ સુધી દરેકની નજર બજેટ પર રહેવાની છે. કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેર વચ્ચે આવી રહેલા બજેટથી દરેકને ઘણી આશાઓ છે. કરોડોની સંખ્યામાં ખેડૂતોને પણ આશા છે કે આ વખતે બજેટ તેમને માટે સારુ રહેશે. ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણી અને લગભગ એક વર્ષ સુધી ચાલનારા ખેડૂત આંદોલનને કારણે એવુ માનવામાં આવી રહ્યુ છે કે બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના  (PM Kisan Samman Nidhi Yojana) પર  કોઈ મોટુ એલાન કરી શકે છે. 
 
પીએમ કિસાન યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ દર ચાર મહિને બે હજાર રૂપિયાના હપ્તામાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ સામાન્ય બજેટમાં આ રકમ વધારી શકાય છે. એવી આશા છે કે કેન્દ્ર સરકાર 6 હજાર રૂપિયાની રકમ વધારીને 8 હજાર રૂપિયા અથવા 10 હજાર રૂપિયા પ્રતિ વર્ષ કરી શકે છે.
 
ઉલ્લેખનીય  છે કે 10 ફેબ્રુઆરીથી ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. વર્ષ 2020 અને 2021માં લગભગ એક વર્ષ સુધી કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલ્યું હતું, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી. પંજાબ અને પશ્ચિમ... ઉત્તર પ્રદેશના ખેડૂતો ખેડૂતોના આ આંદોલનમાં સામેલ થયા હતા.
 
ઉત્તર પ્રદેશના 2.5 કરોડથી વધુ અને પંજાબના 25 લાખથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે. બંને રાજ્યોમાં ખેડૂતોની કથિત નારાજગી દૂર કરવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે બજેટમાં પીએમ કિસાન યોજનાની રકમ વધારવાની જાહેરાત કરવામાં આવી શકે છે.
 
કેન્દ્ર સરકારની સતત કોશિશ ખેડૂતોની આવક વધારવા પર છે. 2014માં સત્તામાં આવ્યા બાદ સરકાર ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાની વાત કરી રહી છે. સરકારનો દાવો છે કે તેણે આ માટે વિવિધ યોજનાઓ પણ બનાવી છે. અત્યાર સુધી મોદી સરકારે ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 10 હપ્તા આપ્યા છે. 1 જાન્યુઆરી, 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજનાનો 10મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. એવું માનવામાં આવે છે કે એપ્રિલ મહિનામાં ખેડૂતોને આગામી હપ્તો આપવામાં આવી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Expectations from Budget 2022: શુ બજેટથી પુરી થશે આ 5 આશાઓ ? સામાન્ય નાગરિકથી લઈને ખાસ લોકોને છે આશા